RBIની મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકમાં જુઓ EMI ધારકોને રાહત મળી કે નહીં

PC: newindianexpress.com

રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકના પરિણામ આવી ચુક્યા છે. ત્રણ દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં રેપો રેટને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રેપો રેટમાં બદલાવ ન થવાનો મતલબ એ થયો કે તમને EMI અથવા લોનના વ્યાજ દરો પર નવી રાહત નહીં મળશે.

  • રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકના પરિણામોની જાણકારી આપતા કહ્યું કે, રેપો રેટને 4 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા પર સ્થિર છે.
  • જોકે, RBI ગવર્નરે લોન મોરેટોરિયમને લઈને કોઈ વાત નથી કરી. જણાવી દઈએ કે, 31 ઓગસ્ટે લોન મોરેટોરિયમની અવધિ પૂર્ણ થઈ રહી છે. એવામાં આશા રાખવામાં આવી રહી હતી કે, RBI ગવર્નર આ મુદ્દાને લઈને કોઈ મોટી જાહેરાત કરી શકે છે. બેંકો તરફથી સતત તેને આગળ ન વધારવાની અપીલ કરવામાં આવી રહી છે. હવે રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમીક્ષાની બેઠક ઓક્ટોબરમાં યોજાવાની છે.
  • રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યું કે, ગોલ્ડ જ્વેલરી પર લોનની વેલ્યૂ વધારી દેવામાં આવી છે. હવે 90 ટકા સુધી લોન મળી શકશે. વર્તમાનમાં સોનાની કુલ વેલ્યૂના 75 ટકા સુધી જ લોન મળે છે.
  • RBI ગવર્નરે કહ્યું કે, ગ્લોબલ ઈકોનોમી હજુ પણ નબળી છે. જોકે, વિદેશી મુદ્રા ભંડારમાં વધારાનો સિલસિલો ચાલુ છે.
  • RBI ગવર્નરે કહ્યું કે, છૂટક મોંઘવારી દર નિયંત્રણમાં છે. RBI ગવર્નરના જણાવ્યા અનુસાર, બીજા છમાસિકમાં મોંઘવારી દર ઓછો થઈ શકે છે.
  • RBI ગવર્નરના જણાવ્યા અનુસાર, કોરોનાની માર બાદ દેશની ઈકોનોમી હવે ટ્રેક પર પાછી આવી રહી છે. ગવર્નરે કહ્યું કે, સારા પાકને કારણે ગ્રામીણ ઈકોનોમીમાં રિકવરી છે.
  • RBI ગવર્નરે ફરી એકવાર કહ્યું છે કે, નાણાકીય વર્ષ 2020-21માં GDP ગ્રોથ રેટ નેગેટિવ રહેશે.
  • MSMEsના દેવા રીસ્ટ્રક્ચરિંગની અવધિ વધારી દેવામાં આવી છે. હવે રીસ્ટ્રક્ચરિંગ સીમા 31 માર્ચ, 2021 સુધી છે.

કોરોના કાળમાં રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમીક્ષાની ત્રીજી બેઠક હતી. જણાવી દઈએ કે, કોરોના સંકટના કારણે બેવાર સમય કરતા પહેલા બેઠક યોજાઈ ચુકી છે. પહેલી બેઠક માર્ચમાં અને ત્યારબાદ મે, 2020માં બીજી બેઠક યોજાઈ હતી. આ બંને બેઠકોમાં રિઝર્વ બેંકના રેપો રેટમાં કુલ મળીને 1.15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો. ગત વર્ષે એટલે કે ફેબ્રુઆરી, 2019 બાદ રેપો રેટમાં 2.50 ટકાનો ઘટાડો થઈ ચુક્યો છે.

RBIના એક શોધ રિપોર્ટ અનુસાર, બેંકોએ નવા દેવા પર વ્યાજદરમાં 0.72 ટકાનો ઘટાડો કર્યો છે. તે દર્શાવે છે કે, રેપો રેટમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને વ્યાજ દરમાં ઘટાડા દ્વારા ઝડપથી આપવામાં આવ્યો. SBIએ રેપો સાથે સંબંધિત છૂટક લોન પર વ્યાજમાં 1.15 અંકનો ઘટાડો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp