બે વર્ષમાં આટલા ATM બંધ થયા, RBIના રિપોર્ટમાં ખુલાસો

PC: zeenews.com

છેલ્લા બે વર્ષમાં દેશમાં લગભગ 597 ATMનો ઘટાડો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ ચોંકાવનારો અહેવાલ 'બેંચમાર્કિંગ ઇન્ડિયા પેમેન્ટ સિસ્ટમ' નામથી પ્રકાશિત કર્યો છે. આ અહેવાલ મુજબ 2017 ની અંતે ATM મશીનોની સંખ્યા 2,22,300 હતી તો 31 માર્ચ 2019 સુધી ઘટીને 2,21,703 થઈ હતી. તેની સાથે સાથે અહેવાલમાં એ પણ જોવા મળે છે કે જેટલું કેશ સર્ક્યુલેશનમાં થાય છે તેના આધારે ATMનો ઉપયોગ ઓછો થાય છે.

હાલમાં ભારતમાં ATMની સંખ્યામાં ભલે ઘટાડો થયો છે, પરંતુ 2012 થી 2017 વચ્ચે તેમની લગાવવાની ગતિમાં ભારત ફક્ત ચાઇનાથી પાછળ હતું. અહેવાલ મુજબ 6 વર્ષ વચ્ચે (2012 થી 2017) ATM ની સંખ્યા લગભગ ડબલ થઈ ગઈ હતી. 2012 માં 10,832 લોકો પર એક ATM હતું ત્યાં 2017 માં 5,919 લોકોએ એક ATM છે . જો કે, ATMની વધતી સંખ્યા જો જનસંખ્યાના આધારે જોવામાં આવે તો તેનો વિકાસ દર ઓછો થાય છે.

તાજેતરમાં આ અહેવાલ આવ્યો હતો કે બેંકો સતત ATM ની સંખ્યામાં ઘટાડો કરી રહી છે. અહેવાલ મુજબ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સખત નિયમોના કારણે બેંક અને ATM મશીનોને આવશ્યક ફેરફારો કરવામાં આવે છે. એટલા માટે ATM અને બેંકોએ મોટી રકમ ખર્ચ કરવાની જરૂર પડે છે. આ જ કારણ છે કે મશીનોની સંખ્યા ઓછી થઈ રહી છે.

અગત્યનું એ છે કે ATM મશીનોની સંખ્યા ઓછી થઈ પછી પણ ટ્રાંઝેક્શનની સંખ્યા વધી રહી છે. જણાવો કે કોન્ફીડ્રેરેશનલ ઑફ ATM ઇન્ડસ્ટ્રીઝ (CATMI) ગયા વર્ષે ચેતવણી આપી હતી કે વર્ષ 2019 માં ભારતના અડધાથી વધુ ATM બંધ થશે. CATMIએ જણાવ્યું હતું કે દેશમાં આશરે 2 લાખ 38 હજાર ATM છે, જેમાંથી આશરે 1 લાખ 13 હજાર ATM માર્ચ 2015 સુધી બંધ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp