Swaiss Bankમા શ્રીમંતોના બેન્ક એકાઉન્ટ થઈ રહ્યા છે ડીએક્ટિવ, જાણો શું છે કારણ

PC: turner.com

સ્વિત્ઝરલેન્ડની બન્કોમાં ભારતીય ધનવાનોના 12 બેન્ક ખાતા ડીએક્ટિવ કરી દેવામાં આવ્યા છે. આ ખાતા પર કોઈ ભારતીયોએ દાવો પણ કર્યો નથી. હવે આ માટે સ્વિઝ સરકાર આ રકમ પોતાના હસ્તગત કરી લે એવી પણ આશંકા છે. સ્વિત્ઝરલેન્ડ સરકારે વર્ષ 2015માં આ નિષ્ક્રિય ખાતાઓનો એક રીપોર્ટ તૈયાર કર્યો હતો. જેને પછી સાર્વજનિક કરવા માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. આ તમામ ખાતાઓમાં જમા પડેલી ધનરાશિ માટે દાવેદારોએ કેટલાક અગત્યના પુરાવાઓ રજૂ કરવાના હતા. 12માંથી 10 ખાતા ભારતીય ધનકુબેરોના છે. આમાંથી કેટલાક ખાતાના ખાતેદારો ભારતમાં જ વસે છે તો કેટલાક બ્રિટિશ શાસનકાળ વખતના નાગરિક છે. ટૂંકમાં આ ખાતાઓ ખૂબ જૂના છે.

સ્વિઝ બેન્ક ઓથોરિટી પાસે રહેલા એક રીપોર્ટ અનુસાર છેલ્લા છ વર્ષમાં આમાંથી એક પણ ખાતા પર ભારતમાં રહેલા કોઈ વારસએ યોગ્ય દાવો કર્યો નથી. એટલે કે તેઓ સ્વિઝ બેન્કના નિયમને આધીન રકમ લેવામાં સફળ થયા નથી. કેટલાક ખાતેદારોની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે. તેથી તેઓ કોઈ પ્રકારનો દાવો કરી શકે એમ નથી. કેટલાક ખાતા એવા પણ છે જેના પર 2020 સુધીની સમય મર્યાદામાં દાવો કરી શકાય છે. પણ ડૉક્યુમેન્ટ યોગ્ય હોવા જોઈએ. નિષ્ક્રિય ખાતા પર પાકિસ્તાનમાં રહેતા કેટલાક લોકોએ પણ દાવો કરેલો છે. કેટલાક એવા પણ લોકો છે જેઓ સ્વિત્ઝરલેન્ડના હોવા છતા પણ કોઈ સફળ દાવો કરી શક્યા નથી.

ડીસેમ્બર 2015માં સૌ પ્રથમ વખત સ્વિઝ બેન્કે નિષ્ક્રિય ખાતાનો રીપોર્ટ જાહેર કર્યો હતો. આ યાદીમાં આશરે 2600 ખાતા છે. જેમાં 4.5 કરોડ સ્વિઝ કરંસી આશરે 300 કરોડ રુપિયા જમા છે. 1955થી આ રકમ પર કોઈ દાવો થયો નથી. જ્યારે આ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો ત્યારે પણ એક સુરક્ષિત બોક્સમાં તેની વિગત આપવામાં આવી હતી. સ્વિઝ બેન્કના નિયમ અનુસાર દર વર્ષે આ યાદી અને ખાતાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. અત્યારે આ પ્રકારના ખાતાની સંખ્યા 3500 સુધી પહોંચી ગઈ છે. સ્વિઝ બેન્કમાં રહેલું નાણું કાયમ આપણે ત્યાં ચર્ચાનો વિષય અને રાજકીય મુદ્દો હોય છે. ભારતીય માલદારો પોતાની આવકનો કેટલોક ભાગ સ્વિઝ બેન્કમાં છુપાવવા માટે રાખે છે. એવું પણ માનવામાં આવે છે કે, અગાઉના શાસનમાં રહેલા કેટલાક શ્રીમંતોએ પણ સ્વિઝ બેન્કમાં પોતાના ખાતા ખોલાવેલા છે.

હાલમાં વૈશ્વિક દબાણને કારણે સ્વિત્ઝરલેન્ડે પોતાની બેકિંગ પ્રણાલીને તપાસ માટે માન્યતા આપી છે. ભારત સહિત અનેક દેશ સાથે પૂર્વ સમજુતી સાથે આર્થિક મામલે આદાન-પ્રદાન કરવાની કેટલીક નિશ્ચિત છૂટછાટ આપી છે. હવે પછીની યાદી વર્ષ 2020માં જાહેર થશે. નિષ્ક્રિય ખાતાઓ પર થતા દાવા અંગે સ્વિઝ બેન્ક દેખરેખ રાખે છે. જેમાં યોગ્ય પુરાવાઓને આધારે તપાસ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp