PayTM યુઝર્સને આર્થિક ફટકો, મહિનાના 10000 રૂપિયા જમા કરાવ્યા તો...

PC: mallupedia.com

નવા વર્ષે PAYTM યુઝર્સને ક્રેડિટ કાર્ડથી ઈ વોલેટમાં પૈસા જમા કરવાનું મોંઘુ પડશે. PAYTM યુઝર્સ જો ક્રેડિટ કાર્ડથી પોતાના ઈ વોલેટમાં પૈસા જમા કરશે જેમાં એક મહિનામાં 10 હજારથી વધારે પૈસા જમા કરશે તો 2%નો ચાર્જ ચૂકવવો પડશે. આ અંગે કંપનીએ પોતાની નવી પોલીસી અંગે જાણકારી જાહેર કરી છે. જોકે, ડેબિટ કાર્ડ અને યુનિફાઈડ પેમેન્ટ ઈટરફેસથી વોલેટને ટોપઅપ કરવા પર કોઈ ચાર્જ લગાવાયો નથી. નિષ્ણાંતોએ કહ્યું હતું કે, કંપનીએ આ નિર્ણય આ પ્રકારના ટ્રાંઝેક્શન પર લાગતા બીજા ચાર્જથી બચવા માટે કર્યો હતો.

 

PAYTMએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, જો ક્રેડિટ કાર્ડની મદદથી પૈસા જમા કરવામાં રકમ 10 હજારથી વધારે હશે તો ટ્રાંઝેક્શનના કુલ એમાઉન્ટ પર 1.75%+GST ચૂકવવો પડશે. આવું પ્રથમ વાર થયું નથી. એક વર્ષ પહેલા પણ PAYTM કંપનીએ આ પ્રકારનો એક ચાર્જ લગાવવા માટે વિચારણા કરી હતી. પણ લાગુ કરાયો ન હતો. હવે આ નિર્ણય પર લોકોનું શું પ્રતિક્રિયા આવશે એ જોવાનું છે. કારણ કે લોકો ટેક્સીના ભાડાથી લઈને અનેક ચીજવસ્તુંઓનું પેમેન્ટ પેટીએમથી કરે છે. આ માટે PAYTM વોલેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કંપનીએ દેશભરમાં દુકાનદારો માટે ઓલ ઈન વન ક્યુંઆર રજૂ કરવા માટેનું પણ એલાન કર્યું છે.

PAYTMના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ વિજય શેખર શર્માએ બુધવારે કહ્યું હતું કે, કેવી રીતે QRની મદદથી દુકાનદારો PAYTM વોલેટ, રૂપી કાર્ડ અને તમામ UPI આધારિત ચૂકવણી એપ્સની મદદથી ડાયરેક્ટ પોતાના ખાતમાં અનલિમિટેડ ચૂકવણી કરી શકે છે. આ માટે કોઈ ચાર્જિસ નહીં લાગે. PAYTM ફોર બિઝનેસની મદદથી પણ ચૂકવણી કરી શકાશે. આ માટે કંપનીએ PAYTM બિઝનેસ ખાતું પણ શરૂ કર્યું છે. જેની મદદથી દુકાનદારો પણ ગ્રાહકને ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરી શકશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp