મહાભ્રષ્ટ IAS પૂજાના સાગરિતના ઘરે રેડ, રૂપિયા ગણવા મશીન મગાવવું પડ્યું

PC: photostockeditor.com

સસ્પેન્ડ કરાયેલા IAS પુજા સિંઘલને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. IAS પુજા સિંઘલના નજીકના મનાતા વિશાલ ચૌધરીના ઘરેથી મોટી માત્રામાં રૂપિયા મળી આવ્યા છે. મંગળવારે સવારે 7 વાગ્યે જ EDની ટીમ પુજા સિંઘલના નજીકના ગણાતા લોકોના રાંચી, મુજ્જફરપુર સહીત 7 જગ્યાએ દરોડા પડ્યા હતા. EDના આ દરોડા દરમિયાન વિશાલ ચૌધરીના ઘરેથી મોટી માત્રામાં રોકડા રૂપિયા મળી આવ્યા હતા. આ રૂપિયા ગણવા માટે મશીન મંગાવવું પડ્યું હતું.

આ અંગે મળતી જાણકારી પ્રમાણે પુજા સિંઘલના નજીકના ગણાતા વિશાલ ચૌધરીના અરગોડા ચોકમાં આવેલા અશોક નગર રોડ નંબર 06 ખાતે આવેલા મકાનમાંથી આ રૂપિયા મળી મળી આવ્યા હતા. આ ઉપરાંત રૂપિયાની સાથે ઘરમાંથી અનેક દસ્તાવેજ પણ મળ્યા છે. જેની તપાસ ચાલુ છે.

આ ઉપરાંત વિશાલ, તેના પરિવારજનો અને ઓફીસના કર્મચારીઓના ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. મનરેગા કૌભાંડને લઈને શરુ થયેલી EDની તપાસ ખુબ મોટી થઇ ગઈ છે. આ મુદ્દે રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. આ અંગે જ પુજા સિંઘલના નજીકના મનાતા વિશાલ ચૌધરી અને નિશિત કેસરીના ઘર અને જુદી જુદી જગ્યાએ EDની ટીમ દરોડા પાડવા પહોચી હતી. અ દરમિયાન EDની ટીમને રોકડા રૂપિયા અને અનેક મહત્વપૂર્ણ જાણકારી પણ મળી હતી.

વિશાલ ચૌધરીએ માત્ર પાંચી જ નહી પરંતુ આખા ઝારખંડમાં જાણીતુ નામ છે. વિશાલ ઝારખંડમાં અનેક કૌશલ્ય વિકાસ કેન્દ્રો પણ ચલાવે છે. જાણવા મળે છે કે તેના સંબંધ અનેક IAS ઓફિસર સાથે છે. સુત્રો મુજબ આ જ સારા સંબંધોને કારણે વિશાલે મોટી કમાણી કરી છે.

તો બીજી બાજુ અધિકારીઓને પણ માલામાલ કરી દીધા છે. મંગળવારે રેડ દરમિયાન વિશાલના કાર્યાલયની બહાર કચરાના ઢગલામાંથી એપ્પલનો મોબાઈલ અને તેની સાથે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ મળ્યા છે. આ કાગળોમાં અનેક IPS ઓફિસરોના નામ પણ લખેલા છે. માહિતી પ્રમાણે દરોડાની કાર્યવાહી પહેલા જ આ સમાન અને દસ્તાવેજો ફેંકવામાં આવ્યા હતા. જો કે, ED દ્વારા મોબાઈલ અને દસ્તાવેજોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

માહિતી પ્રમાણે વિશાલ ચૌધરી અને અનિલ ઝા બંને બિઝનેસ પાર્ટનર છે. વિશાલ શરૂઆતમાં જમીનના ધંધા સાથે જોડાયેલો હતો અને તે ઘણા રૂપિયા કમાણો હતો. પછી આ જ રૂપિયાથી વિશાલ અધિકારીઓની વચ્ચે પોતાના મજબુત સંબંધ બનાવવા લાગ્યો. વિશાલ ચૌધરીએ કૌશલ્ય વિકાસ કેન્દ્રો દ્વારા પોતાનું બેંક બેલેન્સ મજબુત કર્યું.

તે વિનાયક ગ્રુપ ઓફ કંપની ચલાવે છે. આ સાથે જ તે ચીટ ફંડ કંપની પણ ચલાવે છે. જેમાં 3 વર્ષમાં પૈસા બે ગણા કરવામાં આવે છે. વિશાલ વિદેશ પ્રવાસનો પણ ખુબ શોખિન છે. વિશાલને કોરોનાકાળ દરમિયાન સરકાર દ્વારા 4 કરોડના મેડીકલ કીટની સપ્લાયનું ટેન્ડર મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp