26th January selfie contest

એક એવી ક્રિપ્ટોક્વીન, જેણે ધનવાન બનવાના સપના બતાવી કરી 30000 કરોડની લૂંટ!

PC: briefly.co.za

ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) નવા શિખરો સર કરી રહી છે. ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ 190 ટ્રિલિયન રૂપિયાનું થઈ ગયુ છે. પરંતુ આજે અહીં Cryptocurrencyના નામ પર કરવામાં આવેલા સૌથી મોટા ફ્રોડ વિશે વાત કરવામાં આવી છે. પોતાને ક્રિપ્ટોકરન્સીની મહારાણી ગણાવનારી આ મહિલાએ દુનિયાભરના લોકોને સપના બતાવ્યા અને 30000 કરોડ રૂપિયાના ફ્રોડને અંજામ આપ્યો. મૂળ બલ્ગેરિયાની રહેવાસી રુજા ઈગ્નાતોવા વ્યવસાયે ડૉક્ટર હતી. બિટકોઈનની સફળતાને જોયા બાદ રુજાએ વનકોઈન લોન્ચ કર્યો હતો. રુજાનો દાવો હતો કે, એક સમયમાં વનકોઈન દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બની જશે અને લોકો તેના દ્વારા અનેકગણો નફો કમાશે.

અમેરિકી એજન્સીઓનું કહેવુ છે કે, વનકોઈન કંપનીએ દુનિયાભરમાં આશરે 30000 કરોડ રૂપિયાના ફ્રોડને અંજામ આપ્યો. તેની સાથે સંકળાયેલા કેટલાક મામલાઓની સુનાવણી પણ ચાલી રહી છે. એક કેસમાં ફ્લોરિડાના ડેવિડ પાઈકને પોતાના અપરાધનો સ્વીકાર કરી લીધો છે. 61 વર્ષીય ડેવિડ પાઈકે મંગળવારે મેનહટ્ટન સંઘીય અદાલતમાં થયેલી સુનાવણીમાં બેંક ફ્રોડનો કારસો રચવાના આરોપમાં પોતાના અપરાધનો સ્વીકાર કર્યો. વકીલે કહ્યું કે, પાઈકે પૂર્વ લોક લોર્ડ એલએલપી એટર્ની માર્ક સ્કોટને ખોટીરીતે 400 મિલિયન ડૉલરની મદદ કરી. જાન્યુઆરીમાં સજા સંભળાવવા પર પાઈકને પાંચ વર્ષ સુધીની જેલનો સામનો કરવો પડી શકે છે.

કોણ છે ક્રિપ્ટોક્વીન રુજા?

2016માં વનકોઈનને લઈને રુજા ઈગ્નાતોવાએ લંડનથી લઈને દુબઈ સહિત ઘણા દેશોમાં સેમિનાર કર્યા. દરેક સેમિનારમાં તે કહેતી હતી કે એક દિવસ વનકોઈન બિટકોઈનને પાછળ છોડી દેશે. બીબીસીના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ 2014થી માર્ચ 2017ની વચ્ચે દુનિયાભરના ઘણા દેશોમાંથી આશરે ચાર અબજ યૂરોનું નિવેશ વનકોઈનમાં થઈ ચુક્યુ હતું.

રુજા સતત સેમિનાર કરી રહી હતી અને નિવેશની સ્પીડને ઝડપથી વધારી રહી હતી. ખાસ વાત એ છે કે, બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી જેના પર કામ કરે છે તે બ્લોકચેન ટેક્નોલોજી વનકોઈન પાસે નહોતી, પરંતુ લોકોએ માત્ર રુજાની વાતોમાં આવીને જ રોકાણ કર્યું. રુજાએ વનકોઈનને બ્લોકચેન સાથે જોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ રહી. વનકોઈનનું સૌથી નાનુ પેકેજ 140 યૂરોનું હતું અને સૌથી મોટું પેકેજ એક લાખ 18 હજાર યૂરોનું. લોકોને એક્સચેન્જ ખોલવાનો વાયદો કરવામાં આવ્યો હતો, જેના દ્વારા ભવિષ્યમાં તેઓ પોતાના વનકોઈનને ડૉલર અથવા યૂરોમાં બદલી શકશે. લોકો તેની જ રાહ જોઈ રહ્યા હતા, કારણ કે તેમના પૈસા વનકોઈનની સાઈટ પર અનેક ગણા વધતા જઈ રહ્યા હતા.

બીબીસીના રિપોર્ટ અનુસાર, વનકોઈનમાં ઓગસ્ટ 2014થી માર્ચ 2017ની વચ્ચે 4 અબજ યૂરોનું નિવેશ કરવામાં આવ્યું હતું. કેટલાક લોકોનું માનવુ છે કે, વનકોઈનમાં 15 અબજ યૂરો કરતા વધુનું નિવેશ થયુ હશે. દરમિયાન ક્રિપ્ટોકરન્સીના સમર્થક વનકોઈનના નિવેશકો સાથે જોડાવા માંડ્યા અને તેનું સત્ય જણાવવા માંડ્યા. જોકે વનકોઈનના હજુ ઘણા નિવેશક સત્ય નથી જાણી શક્યા, દરમિયાન રુજા પોતાની આ કમાણીને નવી-નવી સંપત્તિઓ ખરીદવામાં લગાવી રહી હતી. તેણે બલ્ગેરિયાની રાજધાની સોફિયા અને કાલા સાગરના કિનારે સ્થિત શહેર સોજોપોલમાં લાખો ડૉલરની સંપત્તિ ખરીદી. રુજાએ ઓક્ટોબર 2017માં લિસ્બન કાર્યક્રમમાં જવાનું હતું. રુજા હજુ સીધી લિસ્બન કાર્યક્રમમાં નથી પહોંચી અને ગાયબ થઈ ગઈ. એટલે કે તે ક્રિપ્ટોકરન્સી ગાયબ થઈ ગઈ, જેણે હજારો-લાખો નિવેશકોને રાતોરાત ધનવાન બનાવવાનું સપનું બતાવ્યું હતું. આ મામલાની તપાસ હાલ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી રુજા અંગે કોઈ જાણકારી મળી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp