RBI ગવર્નરે જૂન મહિનામાં રેપો રેટમાં વધારાના સંકેત આપ્યા, EMI હજુ વધશે

PC: financialexpress.com

મે મહિનાના પહેલા સપ્તાહમાં ભારતીય રીઝર્વ બેન્ક એટલે કે RBIએ મોનેટરી પોલીસીની બેઠક બોલાવી હતી. મોનેટરી પોલીસીની બેઠકમાં 0.40 ટકાનો વધારો કરવાનું એલાન કર્યું હતું. આ એલાનની સાથે જ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે ફરી રેપો રેટમાં વધારાના સંકેત આપ્યા છે. રેપો રેટમાં વધારાની સાથે સાથે જ હોમ લોન, કાર લોન લેનારાઓ પર ઇન્સ્ટોલમેન્ટનો બોજ વધી શકે છે.

કેન્દ્ર સરકાર તરફથી  પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યા બાદ સોમવારે શક્તિકાતા દાસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આગામી મોનેટરી પોલીસીની બેઠકમાં રેપો રેટમાં વધારો કરવામાં આવશે. કહ્યું કે મોઘવારીને નિયંત્રણમાં રાખવા માટે વ્યાજ દરોમાં એનેક વખત વધારો નોંધાઇ શકે છે. પણ કહી ન શકાય કે રેપો રેટ વધીને પ્રી-કોવિડ લેવલ પર પહોંચી જશે.

ગવર્નરે કહ્યું કે, રેટમાં વધારાનો અંદાજ લગાવવો કોઇ મુશ્કેલ કામ નથી. રેપો રેટ થોડો વધશે, પણ કેટલો વધશે તેના વિશે હું હાલ જવાબ ન આપી શકું. પણ એ માનવું યોગ્ય ન રહેશે કે રેપો રેટ વધીને 5.15 ટકા થઇ જશે. માર્કેટનો આ અંદાજો સાચો છે કે મોનેટરી પોલીસીની બેઠકમાં રેટ વધવા જઇ રહ્યા છે.

RBIની મોનેટરી પોલીસીની બેઠક 6-8 જૂનની વચ્ચે થનાર છે. શક્તિકાંતા દાસ 8 જૂનના રોજ મોનેટરી પોલીસીની બેઠકમાં મહત્વના નિર્ણયો વિશે કહેશે. મોઘવારીને લઇને દાસે કહ્યું કે, હવે મોઘવારીને નિયંત્રણમાં લેવા માટે તાલમેલ સાથે ફિસ્કલ અને મોનેટરી એક્શન લેવાઇ રહ્યાં છે. હાલ લેવાઇ રહેલા ફિસ્કલ પગલાના કારણે આગળ જતા મોઘવારી પર અસર પડશે.

સાથે જ બજારની નજર ફેડરલ રિઝર્વના વ્યાજ દરો પર પણ રહેશે. એમેરિકામાં પણ ઇન્ફ્લેશનના કારણે મોઘવારી આસમાને છે. જેના કારણે તેની અસર વૈશ્વિક ઇકોનોમીને થઇ રહી છે. અને સાથે સાથે રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે પણ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકમાં પણ ઇન્ફ્લેશન અને મોઘવારીને નિયંત્રણમાં લેવા માટે મહત્વના પગલા લેવાઇ રહ્યા છે અને તેની અસર વૈશ્વિક ઇકોનોમી પર દેખાશે અને ક્રૂડના ભાવોના આધારે વૈશ્વિક બજારોની ચાલ નક્કી થશે. જો રશિયા-યુક્રેન યુદ્ધ શાંત થાય તો ક્રૂડના ભાવો નીચે આવી શકે. જો ક્રૂડના ભાવ નીચે આવે તો મોઘવારીને નિયંત્રણમાં લાવવામાં મદદ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp