કોહલી કરતા 4 ગણું વધારે કમાયો, આ ખેલાડીની દુનિયામાં સૌથી વધુ 802 કરોડની કમાણી

PC: insider.com

દુનિયામાં સૌથી વધારે કમાણી કરનારા ખેલાડીઓની 2020ની લિસ્ટ બહાર પાડી દેવામાં આવી છે. જેમાં 20 વાર ગ્રાન્ડ સ્લેમ વિજેતા ટેનિસ પ્લેયરે દુનિયાના દરેક દિગ્ગજ ખેલાડીઓને પછાડી પહેલું સ્થાન હાંસલ કર્યું છે. ભારત તરફથી ટોપ 100માં માત્ર એક ખેલાડી છે અને તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી છે. વિરાટ કોહલી અને પહેલા નંબરે આવનારા ખેલાડી વચ્ચે લગભગ 4 ગણું અંતર છે. શુક્રવારે બહાર પાડવામાં આવેલી ફોર્બ્સની લિસ્ટમાં સ્ટાર ફુટબોલર ખેલાડી લિયોનેલ મેસી પહેલા સ્થાનેથી ત્રીજા નંબરે આવી ગયો છે. બીજા નંબરે મેસીનો પ્રતિદ્વંધી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.

કોહલીએ કમાયા આટલા રૂપિયા

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આ લિસ્ટમાં 66માં સ્થાને છે. ક્રિકેટની દુનિયામાંથી આ લિસ્ટમાં સામેલ થનાર કોહલી એકમાત્ર ક્રિકેટર છે. વિરાટ કોહલીની આ વખતની વાર્ષિક કમાણી 23 મિલિયન ડૉલર રહી છે. પહેલા સ્થાને રહેનાર ટેનિસ ખેલાડીએ 106.3 મિલિયન ડૉલર(લગભગ 802 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. આ સ્વિસ ટેનિસ પ્લેયરે ઈનામમાં તો મોટી રકમ જીતી, સાથે જ જાહેરાતો દ્વારા પણ ઘણાં પૈસા કમાયા છે. વિજ્ઞાપન દ્વારા આ સ્વિસ ખેલાડીએ લગભગ 100 મિલિયન ડૉલરની કમાણી કરી અને બાકીની રકમ તેનો પગાર અને ઈનામની છે.

21 દેશોના ખેલાડી ટોપ 100માં

આ લિસ્ટમાં ટોપ 100માં 21 દેશો અને 10 રમતોના ખેલાડી સામેલ છે. સૌથી વધારે 35 ખેલાડી NBA(બાસ્કેટબોલ)ના છે. મેજર લીગ બેસબોલ, જેની શરૂઆત 2020ના અભિયાનમાં વાયરસના પ્રકોપથી થઈ હતી, તેણે 2019માં 15 પછી માત્ર એક ખેલાડીને લિસ્ટમાં સ્થાન આપ્યું છે.

ફોર્બ્સની આ લિસ્ટમાં દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરર દુનિયાનો સૌથી વધારે કમાણી કરનારો ખેલાડી બની ગયો છે. રૅકોર્ડ 20 ગ્રાન્ડ સ્લેમ ખિતાબનો માલિક સ્વિસ ટેનિસ ખેલાડી ફેડરરે 12 મહિનામાં લગભગ 802 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાં તેણે 100 મિલિયન ડૉલર કરાર કરી હાંસલ કર્યા છે.

ટોપ 10 લિસ્ટ

  1. રોજર ફેડરર (ટેનિસ): $106.3 મિલિયન
  2. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (ફૂટબોલ): $ 105 મિલિયન
  3. લિયોનેલ મેસી (ફૂટબોલ): $ 104 મિલિયન
  4. નેમાર (ફૂટબોલ): $ 95.5 મિલિયન
  5. લેબ્રોન જેમ્સ (બાસ્કેટબોલ): $ 88.2 મિલિયન
  6. સ્ટીફન કરી (બાસ્કેટબોલ): $ 74.4 મિલિયન
  7. કેવિન ટુરંટ (બાસ્કેટબોલ): $ 63.9 મિલિયન
  8. ટાઈગર વુડ્સ (ગોલ્ફ): $ 62.3 મિલિયન
  9. કિર્ક કજિંસ (ફૂટબોલ): $ 60.5 મિલિયન
  10. કાર્સન વેંટ્ઝ (ફૂટબોલ): $ 59.1 મિલિયન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp