જાણો કેટલી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિ

PC: www.economist.com

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નેટવર્થ વીતેલા એક વર્ષમાં 5 % વઘીને 3 અબજ ડોલર એટલે કે 21,000 કરોડ રૂપિયા થઇ છે. આ પહેલા બે વર્ષ દરમિયાન ટ્રમ્પની નેટવર્થમાં ઘટાડો થયો હતો. હાલની નેટવર્થ 2016ના સ્તર પર આવી ગઇ છે. બ્લુમબર્ગ અનુસાર, બે ઓફિસ બિલ્ડીંગ્સની કિંમત વધવાને લીધે ટ્રમ્પની સંપત્તિમાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના મિત્ર સ્ટીવન રોથના વોરનેડો રિયાલિટી ટ્રસ્ટની બે સંપત્તિઓમાં તેમના 30 % શેર છે. ગત વર્ષમાં બંનેની સંપત્તિઓમાં ટ્રમ્પની ભાગીદારી વધીને 76.5 કરોડ ડોલર થઇ છે. જે છેલ્લા એક વર્ષના મુકાબલે 33 % વધારે છે.

Image result for melania trump

ટ્રમ્પની કુલ નેટવર્થમાં લગભગ 25% ભાગ વોરનેડોની બિલ્ડીંગની વેલ્યુમાંથી આવે છે, જેની સાથે જોડાયેલી એક ડીલને ટ્રમ્પ રોકવા માગતા હતા. વીતેલા એક વર્ષમાં તેમના ગોલ્ફ કોર્સ અને રિસોર્ટસની વેલ્યુ 19 % ઘટીને 52.5 કરોડ ડોલર રહી ગઇ છે. ટ્રમ્પના દેવાની રકમમાં પાછલાં વર્ષની તુલનામાં કોઇ ફરક જોવા મળ્યો નથી.

બ્લુમબર્ગના પ્રોપર્ટી રેકોર્ડસ, સિક્યોરિટી ફાઇલિંગ્સ, માર્કેટ ડેટા અને ટ્રમ્પના ફાયનેન્શિયલ ડિસ્ક્લોઝરના આધાર પર આંકડા જાહેર કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના રિયલ એસ્ટેટ સહિત બીજા કારોબારને ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન સંભાળે છે. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પહેલા ટ્રમ્પે એક ટ્રસ્ટ બનાવ્યું હતું જેને હવે તેમનો દીકરો સંભાળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp