સોનું વધારે સસ્તુ થયું , જાણો કિંમતમાં થયેલા ઘટાડા પાછળનું કારણ

PC: indianexpress.com

છેલ્લા ઓગષ્ટ મહિનામાં સોનું રેકોર્ડ 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર પહોંચ્યું હતું. પરંતુ ઓગષ્ટ મહિના પછીથી સોનાના ભાવમાં ઘટાડો થવાનું શરૂ થયું હતું જે હજુ પણ ચાલું જ છે. અત્યાર સુધીમાં ઓગષ્ટથી સોનાના ભાવમાં આશરે 11,000 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે. સ્થાનિક માર્કેટમાં સોનાનો ભાવ ઘટીને 45000 રૂપિયાની નીચે જતો રહ્યો છે. અસલમાં 2 માર્ચના સોનાની વાયદા કિંમત 44760 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચી ગઈ હતી.

જ્યારે 3 માર્ચ એટલે કે ગઈકાલે સોનાનો વાયદા ભાવ 45500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. જ્યારે સ્થાનિક માર્કેટમાં પણ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સર્રાફા માર્કેટમાં બુધવારે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 44370 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 45370 રૂપિયા રહ્યો હતો. સોના માટે 2021નું વર્ષ ઘણું સારું રહ્યું નથી. એક જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 5540 રૂપિયા વધારે સસ્તુ થઈ ગયું છે.

1 જાન્યુઆરી ના રોજ સોનાનો ભાવ 50,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. સોનામાં મંદીની પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં દબાણને એક કારણ માનવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ 1719 અમેરિકન ડોલર પ્રતિ સરેરાશ થઈ ગયો છે. વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ પર સોનાનો ભાવ 1733 ડોલર પ્રતિ આઉન્સ પર છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે નાણાંકીય વર્ષ 2021-22ના બજેટમાં સોના અને ચાંદી પર આયાત ફીમાં 5 ટકા ઓછી કરવાની જાહેરાત કરી હતી.

હાલમાં સોના-ચાંદી પર 12.5 ટકા આયાત ફી આપવી પડે છે. આ ઘટાડા પછી હવે માત્ર 7.5 ટકા આયાત ફી રહેશે. જેનાથી કિંમતમાં ઘટડો જોવા મળી રહ્યો છે. મંગળવારે ચાંદી પણ 1847 રૂપિયા ઘટીને 67073 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહ્યો હતો. સોમવારે ચાંદીનો ભાવ 68,920 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પર બંધ થયો હતો. જોકે બુધવારે ચાંદીમાં થોડી તેજી જોવા મળી હતી, જેમાં કિંમત 67900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. મતલબ છે કે ગયા વર્ષે સોનામાં રોકાણકારોને જબરજસ્ત રિટર્ન મળ્યું હતું. કોરોના સંકટ વચ્ચે શેર માર્કેટમાં ઘટાડો થયો હતો અને સોનાની ચમક વધી રહી હતી. જાન્યુઆરી 2020માં સોનું આશરે 40000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતો, જે ઓગષ્ટમાં વધીને 56000ની ઉપર જતો રહ્યો હતો.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp