70000ની નવી એક્ટિવા પર પોલીસે ફાડ્યો 1 લાખ રૂપિયાનો મેમો અને પછી...

PC: ndtvimg.com

નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ મોટા દંડના વધુ એક સમાચાર સામે આવ્યા છે. આ ઘટના ઓડિશાના ભુવનેશ્વરની છે. અહીં કટક ટ્રાફીક પોલીસે એક વ્યક્તિ પર નવી એક્ટિવાને રજિસ્ટ્રેશન વગર ચલાવવા પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.

12 સપ્ટેમ્બરના રોજ અરુણ પાંડા નામનો વ્યક્તિ ઓડિશાના ભુવનેશ્વરના શોરૂમમાંથી એક્ટિવાને ઘરે લઈ જઈ રહ્યો હતો. ત્યારે બારંગમાં વાહનોનાં ચેકિંગ સમયે પોલીસે તેને અટકાવ્યો હતો. એક્ટિવાને નંબર પ્લેટ ન હોવાને કારણે પોલીસે તેને પકડ્યો હતો. અરુણે આ એક્ટિવા 28 ઓગસ્ટે ખરીદ્યું હતું. પણ તેનો નંબર હજુ સુધી આવ્યો નહોતો. ટ્રાફિક પોલીસે આ મામલામાં ડીલર, મેન્યુફેક્ચરર, ઇમ્પોર્ટરના સ્તરે થયેલી ચૂક માટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

1 લાખ રૂપિયાના દંડની વાત સાંભળીને એક્ટિવાની માલિક કવિતા ચોંકી ગઈ હતી. તેને ખબર જ ન પડી કે, પોલીસે આટલો મોટો દંડ કેમ ફટકાર્યો. તપાસ કરતાં જાણ થઈ કે, શોરૂમમાંથી એક્ટિવાને રજિસ્ટ્રેશન નંબર જ અપાયો નહોતો. અને એક્ટિવાનું રજિસ્ટ્રેશન પણ તેના નામે થયું ન હતું. આ મામલે કવિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવવા માટે દંડની જોગવાઈ છે.

નવા મોટ વ્હીકલ એક્ટને લઈને આ રીતની ઘણી નોખી ઘટનાઓ દેશભરમાંથી સામે આવી રહી છે. જ્યાં કેટલાટ રાજ્યોમાં નવા એક્ટનો અમલ શરૂ કરી દેવામં આવ્યો છે તો ગુજરાતમાં આ નવા કાયદાનો અમલ આવતા મહિનાની 16 તારીખથી થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp