હોર્મવર્ક કરીને ન આવતા શિક્ષક બન્યો શેતાન,વિદ્યાર્થીને ઢોરમાર મારતા મોત

PC: youtube.com

પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી એક હચમચાવી નાંખે એવી ઘટના સામે આવી છે. કોલાસર ગામે બુધવારે એક શિક્ષક શેતાન બન્યો હતો. તેણે ધો.7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને એટલો માર માર્યો કે, જેના કારણે એનું મોત નીપજ્યું હતું. 13 વર્ષના આ બાળકનો વાંક એટલો કે તે હોમવર્ક કરીને આવ્યો ન હતો. શેતાન બનેલા શિક્ષકે એને લાત અને મુક્કા માર્યા હતા. જેના કારણે એના નાકમાંથી લોહી વહેતું થયું હતું. બાળક પણ બેભાન થઈ ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થી ભાનમાં ન આવ્યો ત્યારે આરોપી શિક્ષકે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો.

પણ એ પહેલા એના પ્રાણ ચાલ્યા ગયા હતા. હોસ્પિટલમાં હાજર તબીબોએ એને મૃત જાહેર કર્યો હતો. આ પછી આખો મામલો સામે આવ્યો હતો. પછી વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. રાજસ્થાન રાજ્યના શિક્ષણમંત્રીએ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લીધા છે. આ માટે અધિકારીને આદેશ કર્યો છે. મૃતક વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે વિદ્યાર્થીના માથા, આંખ અને મોઢા પર ગંભીર ઈજાના નિશાન હતાં. જ્યારે આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે આ સ્કૂલ આરોપી શિક્ષકના પિતા બનવારી લાલની છે. બાળક પહેલા ધોરણથી મોડર્ન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.

રાજસ્થાનના પોલીસ અધિકારી સંદીપ વિશ્વનોઈએ જણાવ્યું હતું કે, 13 વર્ષનો ગણેશ કોલાસર ગામના રહેવાસી છે. તે ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. બુધવારે સવારે ગણેશ શાળાએ ગયો હતો. જ્યાં તે હોમવર્ક કરી લાવ્યો નહીં તેથી મનોજ નામના શિક્ષકે તેને ઢોર માર માર્યો હતો. શિક્ષક સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સામે વિદ્યાર્થીના પિતા ઓમપ્રકાશે કહ્યું કે, શાળાના શિક્ષક મનોજનો આશરે સવાનવ વાગે ફોન આવ્યો હતો. એ સમયે તેણે કહ્યું કે, ગણેશ કોઈ હોમવર્ક કરીને લાવ્યો નથી. તેથી એને માર મારવામાં આવ્યો છે. જેના કારણે તે બેભાન થઈ ગયો છે. પણ હકીકતમાં એના પ્રાણ ચાલ્યા ગયા હતા. તેને લઈ હોસ્પિટલ જઈ રહ્યા છીએ. જ્યારે પિતા હોસ્પિટલ પહોંચ્યા એ અગાઉ જ ડોક્ટરએ બાળકને મૃત જાહેર કરી દીધો હતો. 15 દિવસ અગાઉ જ બાળકે પિતા સમક્ષ આ શેતાન બનેલા શિક્ષકની ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીએ એવું પણ કહ્યું હતું કે, મનોજસર કારણ વગર મારપીટ કરે છે. ઢોર માર મારે છે. સાલાસર પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp