છેલ્લા 24 કલાકમાં 18,454 નવા કેસ નોંધાયા, દેશમાં 100 કરોડ વેક્સીન ડોઝ અપાયા

PC: khabarchhe.com

ભારત સરકારે કહ્યું હતું કે, એક ઐતિહાસિક સિદ્ધિમાં, દેશમાં સંચિત કોવિડ-19 વેક્સીન ડોઝ 100 કરોડનો સીમાચિહ્ન પાર કરી ગયા છે. એક ટ્વીટમાં PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અભિનંદન આપ્યા અને આ અદભૂત ઉપલબ્ધિ હાંસલ કરવા માટે કામ કરવા બદલ દેશના વૈજ્ઞાનિક સમુદાય અને આરોગ્ય વ્યવસાયિકોનો આભાર વ્યક્ત કર્યો.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટિવ થયેલા કેસમાંથી 3,34,95,808 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 17,561 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.15% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 18,454 નવા કેસ નોંધાયા છે. 116 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે. એક્ટિવ કેસનું ભારણ 2 લાખથી ઓછું થઈ ગયું છે અને હાલમાં 1,78,831 છે, જે હવે માર્ચ 2020 પછી સૌથી ઓછું છે, એક્ટિવ કેસ કુલ કેસનાં 0.52% થયા.

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે ટેસ્ટિંગની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,47,506 કુલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 59.57 કરોડથી વધારે (59,57,42,218) ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટિવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી દર હાલમાં 1.34% છે જે છેલ્લા 118 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટિવિટી દર આજે 1.48% નોંધાયો છે. દૈનિક પોઝિટિવિટી દર છેલ્લા 52 દિવસથી 3%થી ઓછો છે અને સળંગ 135 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp