લદ્દાખમાં 26 સેનાના જવાનોને લઈ જતું વાહન નદીમાં ખાબકતા 7 જવાને જીવ ગુમાવ્યો

PC: khabarchhe.com

લદ્દાખમાં 26 જવાનો ભરેલી બસ નદીમાં પડી જવાની મોટી દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં સેનાના 7 જવાનોના મોત થયા છે અને ઘણા જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ તરત જ જવાનોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ અકસ્માતમાં 7 જવાનો શહીદ થયા હતા અને ઘણાને ગંભીર ઈજાઓ થઈ હતી.

આ દુર્ઘટના થોઇસથી લગભગ 25 કિમી દૂર થઈ હતી, જ્યાં સેનાની બસ લગભગ 50-60 ફૂટની ઉંડાઈએ શ્યોક નદીમાં ખાબકી હતી, જેમાં સેનાના તમામ જવાનો ઘાયલ થયા હતા. તમામ જવાનોને પરતાપુરની 403 ફિલ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સર્જિકલ ટીમોને લેહથી પરતાપુર મોકલવામાં આવી હતી.

જો કે આમાંથી 7 જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. સેનાનું સત્તાવાર નિવેદન હજુ સામે આવ્યું નથી, ગંભીર રીતે ઘાયલ જવાનોની મદદ માટે એરફોર્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તેમને સારવાર માટે વેસ્ટર્ન કમાન્ડમાં મોકલી શકાય છે. સેનાની બસ કયા કારણોસર રોડ પરથી નદીમાં પડી તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટના અંગે સેના દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ જવાનોની બસ ટ્રાન્ઝિટ કેમ્પથી સબ સેક્ટર હનીફના ફોરવર્ડ લોકેશન તરફ જઈ રહી હતી, તે દરમિયાન આ અકસ્માત થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp