આ મહિલા પોલીસ અધિકારીએ મુંડન કરાવ્યું, કારણ જાણીને તમે પણ કરશો વખાણ

PC: mathrubhumi.com

લોકોને પોતાના વાળ ખૂબ પ્રિય હોય છે અને એમાં પણ મહિલાઓને પોતાના વાળ જીવ કરતા પણ વધારે વ્હાલા હોય છે. પણ એક મહિલાએ કેન્સર ગ્રસ્ત બાળકોને થોડી ખૂશી આપવા માટે પોતાના લાંબા વાળા કાપવાનો નિર્ણય કર્યો અને થોડા સમયના એક બ્યુટી પાર્લરમાં જઈને પોતાના લાંબા વાળને ઉતારીને ગરીબ કેન્સર ગ્રસ્ત બાળકો માટે વિગ બનાવવ કેન્સર રીસર્ચ સેન્ટરમાં દાન કરી દીધા હતા.

કેન્સર ગ્રસ્ત બાળકો માટે પોતાનાં લાંબા વાળનું દાન કરનાર મહિલા કેરળની વરિષ્ઠ સિવિલ પોલીસ અધિકારી છે, તેનું નામ અપર્ણા લવકુમાર છે. અપર્ણાએ કેન્સર ગ્રસ્ત બાળકોના મુખ પર સ્મિલ લાગવા માટે તેમના લાંબા વાળનું દાન કરવાનો વિચાર કર્યો હતો અને આ વિચાર કર્યાના થોડા દિવસ પછી તેમને ત્રિચૂરના એક બ્યુટી પાર્લરમાં જઈને મુંડન કરાવ્યું હતું. જે બ્યુટી પાર્લરમાં અપર્ણાએ મુંડન કરાવ્યું ત્યાં કોઈએ તેમનો મુંડન કરાવતો વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

અપર્ણાએ મુંડન કરાવીને તેમના વાળ કેન્સર ગ્રસ્ત બાળકો માટે વિગ બનાવતી સંસ્થા એટલે ત્રિચૂરના કેન્સર રીસર્ચ સેન્ટરને દાન કર્યા હતા. અપર્ણાના વાળ 70 સેન્ટીમીટર લાંબા હતા અને તેમને વાળ કપાવ્યા પહેલા તેમના સીનીયર અધિકારીઓની મંજૂરી લીધી હતી. આ બાબતે અપર્ણાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક વાળથી બનેલી વિગ ખૂબ મોંઘી હોય છે, તેને દરેક વ્યક્તિ ખરીદી શકતા નથી અને આર્ટીફીશીયલ વાળથી બનાવવામાં આવેલી વિગ કોઈ પણ દર્દી પહેરે તો તેને એલર્જી પણ થઇ શકે છે અને જો તે પ્રાકૃતિક વાળથી બનેલી વિગ પહેરે તો તેની મુશ્કેલી ઓછી થાય છે.

અપર્ણાના આ કામથી ખૂશ થઇને ઘણી મહિલાઓ અને યુવતીઓએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓ તેમના આ કામથી ખૂબ પ્રેરિત થયા છે. આ યુવતીઓ અને મહિલાને અપર્ણાએ સંદેશો આપ્યો હતો કે, તેઓ તેમના જેવી નકલ ન કરે પણ સમાજમાં ઘણા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને મદદ કરવા માટે હાથ લંબાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp