પત્નીના મોત બાદ લાશને ઘરમાં જ દફનાવવા માગતો હતો પતિ, જાણો કારણ

PC: amarujala.com

પોતાની પત્નીના પ્રેમમાં પાગલ મેરઠનો એક વ્યક્તિ પત્નીના મૃત્યુ બાદ ઘરમાં જ તેની કબર બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. પણ આસપાસના લોકોએ આ વાતને લઈને હંગામો કરતા મામલો સામે આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તે વ્યક્તિને સમજાવતા અંતે તેણે પોતાની પત્નીના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવા માટે રાજી થયો હતો. જોકે, આ કેસની ચર્ચા સમગ્ર મેરઠ સિટીમાં થઈ રહી છે. મેરઠના લિસાડી ગેટના મોબીન નગરમાં આ ઘટના બની હતી.

રિપોર્ટમાંથી મળતી માહિતી અનુસાર, મોબીનનગરમાં સિરાજ નામના એક વ્યક્તિએ પોતાની પત્નીની કબર બનાવવા માટે ઘરમાં જ ખોદકામ કરાવી દીધું હતું. પત્નીનું શરીર 50 ટકાથી વધારે સળગી ગયું હતું. તેથી સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. થોડા સમય માટે હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ સિરાજ પત્નીને પોતાના ઘરે લઈ આવ્યો હતો. ઘરે એમની સારવાર કરવામાં આવી હતી. દરમિયાન રવિવારે સિરાજની પત્ની સઈદાએ ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. તેથી સિરાજે પોતાની પત્નીને ડ્રોઈંગ રૂમમાં દફનાવવા માટે તૈયારીઓ કરી દીધી હતી. આસપાસ રહેતા સ્થાનિકોએ આ વાતનો વિરોધ કર્યો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. તે પોતાની પત્નીથી છૂટો પડવા માંગતો ન હતો તેથી તેણે આ નિર્ણય લીધો હતો.

જોકે, મેરઠ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. પત્નીની દફનવિધિની બધી જ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જોકે, પોલીસે આવું ન કરવા માટે સિરાજને સમજાવ્યો હતો. પોલીસ સુધી મામલો પહોંચતા તેણે પોતાના ઘરનો દરવાજો અંદરથી બંધ પણ કરી લીધો હતો. મહામહેનતે પોલીસે એને મનાવ્યો હતો. આ માટે લોકોએ સ્વેચ્છાએ ફાળો પણ આપ્યો હતો. જે પૈસાથી દફનવિધિ  કરવામાં આવી હતી અને બાકીના પૈસા પણ એમને આપી દીધા હતા. તેણે પોતાના ઘરમાં ખાડો ખોદી નાંખ્યો ત્યાં સુધી કોઈને કંઈ ખબર જ પડી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp