બિહારની આગામી ચૂંટણી નીતિશ કુમાર સાથે BJP લડશે કે નહીં, અમિત શાહે આપ્યો જવાબ

PC: huffingtonpost.com

BJPના અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહે બિહારના વૈશાલીમાં રેલી દરમિયાન મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે, અમે બિહાર વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં જ લડીશું. તેમણે નાગરિકતા કાયદાને લઈને કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું હતું કે, રાહુલ બાબા અને લાલુ પ્રસાદ, તમે CAA પર લોકોને ગુમરાહ ન કરો. મમતા બેનર્જી પણ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હું જણાવવા માગુ છું કે, આ નાગરિકતા આપવાનો કાયદો છે, તેનાથી કોઈની નાગરિકતા છીનવાશે નહીં.

બિહારમાં BJP અને JDUની વચ્ચે અણબનાવની અફવાઓને બાજુ પર મુકતા અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે, 2020ની બિહાર વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં જ લડવામાં આવશે. આ પહેલા LJPના અધ્યક્ષ ચિરાહ પાસવાન પણ કહી ચુક્યા છે કે, બિહાર વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં જ લડવામાં આવશે.

જણાવી દઈએ કે, બિહારના BJP નેતા નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડવાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. BJPના નેતા સંજય પાસવાને કહ્યું હતું કે, બિહારના લોકો એક BJP નેતાને બિહારના મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે. તેમણે દાવો કર્યો છે કે, ઝારખંડવાળી સ્થિતિ બિહારમાં નથી. સંજય પાસવાને નીતિશ કુમારને થાકેલો ચહેરો ગણાવ્યો હતો. નીતિશ કુમારનો ચહેરો હવે જુનો થઈ ગયો છે. બિહારના લોકો હવે થાકેલા નીતિશ કુમારની જગ્યાએ BJPના મુખ્યમંત્રી જોવા માગે છે.

આ અંગે JDUએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આવા નેતાઓ વિરુદ્ધ BJPએ કાર્યવાહી કરવી જોઈએ. તેમજ JDUએ આશા વ્યક્ત કરી હતી કે, ગૃહ મંત્રી અમિત શાહ આવા નિવેદનો અંગે માહિતી મેળવી આવા નિવેદનોને રોકવા માટે જરૂરી પગલાં લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp