BJP નેતા બોલ્યા દેશી ગાયના દૂધમાં સોનું હોય છે અને શ્વાનનું માંસ ખાવાની સલાહ આપી

PC: indianexpress.com

ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ દિલીપ ઘોષે રસ્તાની સ્ટોલો પર ગૌમાંસ ખાવા પર અને વિદેશી પાલતૂ શ્વાનના મળ સાફ કરવામાં ગર્વ અનુભવતા બુદ્ધિજીવીઓના એક વર્ગ પર શાબ્દિક હુમલો કરતાં વિવાદોમાં આવી ગયાં છે.

બર્દવાનમાં એક કાર્યક્રમ દરમ્યાન દિલીપ ઘોષે કહ્યું, એવા લોકો પણ છે જે શિક્ષિત સમાજના છે અને રસ્તા પર ગૌમાંસ ખાય છે. ગાય કેમ? હું તેમને શ્વાનનું માંસ ખાવા માટે કહીશ. તે સ્વાસ્થ્ય માટે સારું છે. અન્ય પશુઓનું પણ માંસ ખાઓ. તમને કોણ રોકી રહ્યું છે? પરંતુ રસ્તા પર નહિ, પોતાના ઘરમાં ખાઓ.

સાથે જ ઘોષે કહ્યું કે, ગાય અમારી માતા છે અને અમારા મતે ગાયને મારવી એ અસામાજિક છે. એવા લોકો છે જે વિદેશી શ્વાનોને ઘરમાં રાખે છે અને ત્યાં સુધી કે તેમના મળમૂત્રને પણ સાફ કરે છે, તે મહા અપરાધ છે. સાથે જ તેણે દાવો કર્યો કે, દેશી ગાયના દૂધમાં સોનું હોય છે, અને તેથી જ તેનું દૂધ સોનેરી કે પીળુ દેખાય છે.

ગાય માતાની હત્યા એક ભયંકર અપરાધ છેઃ

BJPના પ્રદેશ અધ્યક્ષે કહ્યું, ભારત ભગવાન કૃષ્ણનું સ્થાન છે અને ગૌ(ગાય) પ્રત્યે સન્માન હંમેશા માટે રહેશે. ગાય માતાની હત્યા એક ભયંકર અપરાધ છે અને અમે તેનો વિરોધ કરવાનું ચાલુ રાખીશું. સ્તનપાન બાદ, એક બાળક ગાયના દૂધ પર જીવિત રહે છે. ગાય અમારી માતા છે અને જો અમારી માતાને કોઈ મારે છે તો અમે ક્યારેય સહન નહિ કરીએ.

'દેશી' અને 'વિદેશી' ગાયની વચ્ચે તુલના કરતાં ઘોષે કહ્યું કે, માત્ર દેશી ગાય જ અમારી માતા હોય છે, નહિ કે વિદેશી. જેઓ વિદેશી પત્ની લાવે છે, હવે તે મુશ્કેલીમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp