મૂર્તિ માટે પૈસા છે, ગરીબો માટે નહિઃ બોમ્બે હાઈકોર્ટે સરકારને લગાવી ફટકાર

PC: assettype.com

મુંબઈની વાડિયા હોસ્પિટલમાં ફંડની અછતને લીધે દર્દીઓની હાલતથી પરેશાન થઈને બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, સરકાર પાસે ડૉ.બીઆર આંબેડકરની મૂર્તિ બનાવવા માટે પૈસા છે પણ ગરીબો અને મિડલ ક્લાસ લોકો માટે ખર્ચ કરવા પૈસા નથી, જેઓ સ્ટાર હોસ્પિટલોમાં સારવાર કરાવી શકે એમ નથી.

રાજ્ય કેબિનેટે આંબેડકર મેમોરિયલ પ્રોજેક્ટ માટે બજેટ 300 કરોડથી વધારીને 1070 કરોડ કરી દીધું છે. આ મૂર્તિની ઊંચાઈ 100 ફૂટ વધારીને 350 ફૂટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પર જસ્ટિસ સત્યરંજન ધર્માધિકારી અને રિયાજ ચાગલાની બેંચે કહ્યું કે, આ મૂર્તિ માટે પૈસા છે, પણ તે લોકો જેમની વાત આંબેડકર કરતા હતા, તેઓ મરી શકે છે. તેમને મેડિકલ સુવિધાની જરૂર છે કે મૂર્તિની?

કોર્ટ એક જનહિત અરજી પર સુનાવણી કરી રહી હતી, જે રાજ્ય અને BMCને નવરોજી વાડિયા મેટરનિટી હોસ્પિટલ અને બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્રનને ગ્રાન્ટ આપવા માટે દાખલ કરવામાં આવી હતી.

ફાળવેલા રૂપિયા નહિ આપવામાં આવે તો અધિકારીઓની પરેડ કરીશુઃ

રાજ્ય સરકારના વકીલે કહ્યું કે, નાણાકીય વિભાગે 24 કરોડ રૂપિયાની ફાળવણી કરે છે જેને 3 અઠવાડિયામાં આપી દેવામાં આવશે. જેને બહાનુ ઠરાવતા જસ્ટિસ ધર્માધિકારીએ કહ્યું કે, તેને આપવામાં 3 મહિના લાગી જશે. કોર્ટે આદેશ આપ્યો છે કે શુક્રવારના રોજ પૈસા રીલિઝ કરી દેવામાં આવે. જો આવું કરવામાં સરકાર અસફળ રહી તો રાજ્યના મુખ્ય સચિવથી લઈને ડેપ્યુટી સચિવ સુધી દરેકની કોર્ટમાં પરેડ કરાવવામાં આવશે.

જજોએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું કે, તેમની પાસે યોજનાઓના ઉદ્ઘાટન માટેનો સમય છે, જે પુલ હજુ બન્યો જ નથી તેના ઉદ્ધાટન માટે સમય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp