સરકારે આપી ઓફર: વેકેશનમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ અહીં કમાઈ શકે છે 10,000 રૂપિયા

PC: sbs.com.au

તમે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કે 12 પાસ છો તો આ ગરમીની રજાઓને વેડફો નહીં. તેની જગ્યાએ તમે કંઈક એવું કરી શકો છો જે તમારા કરિયરમાં તમને આગળ કામ આવી શકે અને થોડા પૈસા પણ મળી શકે. ભારતીય પોસ્ટ વિભાગ યુવાનોને આ તક આપી રહ્યું છે. આગળ જાણો તમે કઈ રીતે આ ઇન્ટર્નશીપનો લાભ લઈ શકો છો.

ફાયદા:

પોસ્ટ વિભાગે યુવાનોને ઇન્ટર્નશીપની ઓફર આપી છે. જેનાથી તેઓ પોસ્ટ વિભાગની કામગીરી અને સાથે બીજી વસ્તુઓ વિશે પણ જાણકારી મેળવી શકશે. આ ટ્રેનિંગ સાથે પોસ્ટ વિભાગ તમને 10,000 રૂપિયા પણ આપશે.

આ ઇન્ટર્નશીપનો હેતુ યુવાનોને નોકરી આપવાનો નથી, પણ તેમને આ ટ્રેનિંગ ક્રેડિટ જોબથી લઈને બિઝનેસ સુધી ખુબ કામ આવશે.

આ ઇન્ટર્નશીપ માટે 15 મે, 2018 સુધી એપ્લાય કરી શકાય છે. ઇન્ટર્નશીપ જે 1 જૂનથી શરૂ થશે.

જો તમે એપ્લાય કરવા ઇચ્છતા હોવ તો આ લિંકને ડાઉનલોડ કરીને તેમાં આપવામાં આવેલું ફોર્મ ભરી જનરલ મેનેજર, બીડી એન્ડ એમ ડાયરેક્ટરેટ, પોસ્ટ ઓફીસ, સંસદ માર્ગ, નવી દિલ્હીના એડ્રેસ પર જમા કરાવી દો.

https://www.indiapost.gov.in/VAS/Pages/News/Internship_Guideline2018.pdf

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp