જગન્નાથ મંદિરમાં દેવસ્નાન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમની ઐસી-તૈસી,જુઓ video

PC: twitter.com

સોમવારે દેશભરમાં ધાર્મિક સ્થળ ખુલી જવાના છે. આ પહેલા શુક્રવારે પુરીના પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની બારમી શતાબ્દીના મંદિરમાં સ્નાન પૂર્ણિમાના અવસર પર દેવ સ્નાન મનાવવામાં આવ્યું, પરંતુ આ દરમિયાન લોકડાઉનમાં લાગૂ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને નેવે મુકી દેવામાં આવ્યા. દેવ સ્નાનની પરંપરા માટે અહીં મોટી સંખ્યામાં પૂજારીઓ ભેગા થયા અને ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાને દેવ સ્નાન કરાવ્યું. આમ તો લોકડાઉનને કારણે અહીં હંમેશાંની જેમ ભક્તોની ભીડ ના થઈ શકી, પૂજારીઓની વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો, એટલું જ નહીં પરંતુ કોઈએ માસ્ક પણ પહેર્યું નહોતું. અનુષ્ઠાન પૂર્ણ કરવા માટે ખૂબ જ ઓછી સંખ્યામાં સેવાદારોની જરૂર હતી, પરંતુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે, મોટી સંખ્યામાં પૂજારીઓ ભેગા થઈને દેવસ્નાનમાં ભાગ લઈ રહ્યા છે. હાં, અનુષ્ઠાનમાં સામેલ થતા પહેલા આ સેવાદારોની કોરોના વાયરસની તપાસ જરૂર કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, શુક્રવારે પુરીના જગન્નાથ મંદિરમાં ઘણા બધા પૂજારી સ્નાન પૂર્ણિમાના અવસરે દેવ સ્નાનની વિધિઓ માટે ભેગા થયા. ઘણા સેવાદારો દૈવ પ્રતિમાઓની આસપાસ ભીડના રૂપમાં દેખાયા હતા. પુરીના જિલ્લાધિકારીએ જણાવ્યું કે, આ વખતે આ તહેવારના પ્રસંગે ભક્તોના અહીં આવવા પર મનાઈ છે.

આ આયોજન દર વર્ષે રથયાત્રા પર્વ પહેલા થાય છે. દર વર્ષે ભગવાન જગન્નાથના મંદિરમાં સ્નાન પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવે છે. સ્નાન પૂર્ણિમા જેઠ માસની પહેલી પૂનમે મનાવવામાં આવે છે. આ દિવસે મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની મૂર્તિઓને ગર્ભગૃહમાંથી બહાર કાઢીને મંદિરમાં સ્થિત સ્નાન મંડપમાં લાવવામાં આવે છે, જ્યાં તેમને સુગંધિત જળથી સ્નાન કરાવવામાં આવે છે અને પછી તેમનો શણગાર કરવામાં આવે છે.

કેટલાક સેવાદારોએ પ્રતિમાઓને વહેલી સવારે 1 વાગીને 40 મિનિટ પર મુખ્ય મંદિરમાંથી બહાર કાઢી. ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા, ભગવાન જગન્નાથ અને ભગવાન સુદર્શનને મંદિર પરિસરમાં સ્નાન વેદી પર બેસાડવામાં આવ્યા અને તેમને મંત્રોચ્ચારની સાથે 108 ઘડાઓમાંથી સુગંધિત જળથી સ્નાન કરાવવામાં આવ્યું. દેવ પ્રતિમાઓને સ્નાન કરાવવા માટે જે કુવામાંથી પાણી કાઢવામાં આવ્યું, તેને ગરબદુ સેવાદાર સોના કુવો (સુવર્ણ કુવો) કહે છે. ભગવાન બલભદ્રને 33 ઘડાઓના જળથી સ્નાન કરાવવામાં આવ્યું, ભગવાન જગન્નાથને 35 ઘડાઓના જળથી સ્નાન કરાવવામાં આવ્યું, દેવી સુભદ્રાને 22 ઘડાઓના જળથી સ્નાન કરાવવામાં આવ્યું અને ભગવાન સુદર્શનને 18 ઘડાઓના જળથી સ્નાન કરાવવામાં આવ્યું. જોકે, આ વખતે હરિ બોલનો ઉદ્ઘોષ કરનારી શ્રદ્ધાળુઓની ભીડ નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp