પતંજલિ ને 10 લાખનો દંડ, કોર્ટે કહ્યુ- કંપની લોકોના ડરનો ફાયદો ઉઠાવી રહી છે

PC: indiatimes.com

બાબ રામદેવની કંપની પતંજલિ તરફથી કોરોનિલ બ્રાન્ડનો ઉપયોગ કરવા બાબતે મદ્રાસ હાઈકોર્ટે તેમના પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેની સાથે જ હાઈકોર્ટે કોરોનિલ શબ્દના પ્રયોગ પર પણ રોક લગાવી દેવાનો આદેશ આપ્યો છે. પતંજલિએ પાછલા દિવસોમાં કોરોનાની દવા લોન્ચ કરવાનો દાવો કર્યો હતો. જેનું નામ કોરોનિલ હતું. પણ સરકાર તરફથી તેની મંજૂરી મળી નહીં અને હવે કંપની પોતાના ઈમ્યૂનિટી બૂસ્ટર ઉત્પાદનોને આ નામથી જ વેચી રહી છે.

ચેન્નઇ સ્થિતિ એક કંપનીના પક્ષમાં આદેશ આપતા કોર્ટે કહ્યું કે, પતંજલિએ પોતાના ઉત્પાદનો વેચવા પહેલા ટ્રેડમાર્ક રજિસ્ટ્રીમાં જઈને જોવું જોઇએ કે આ ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ છે કે નહીં. ગયા મહિને ચેન્નઇની એક કંપનીએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેમણે કોરોનિલ 92-B નામથી ટ્રેડમાર્ક 2027 સુધી રજિસ્ટર્ડ કરી રાખ્યો છે. કંપનીએ જૂન 1993માં આ ટ્રેડમાર્ક લીધો હતો.

મદ્રાસ હાઈકોર્ટમાં મામલાની સુનાવણી કરતા જસ્ટિસ સીવી કાર્તિકેયને કહ્યું કે, બચાવ પક્ષ(પતંજલિ)એ પોતે આ કાયદાકીય પ્રક્રિયાને મોલ આપવાનું કામ કર્યું છે. તેઓ સરળતાથી ચેક કરી શકતી હતી કે કોરોનિલ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. જસ્ટિસ કાર્તિકેયને કહ્યું કે, પતંજલિએ એ સમજવું જોઇએ કે વ્યાપારમાં કોઇ સમાનતા જેવી બાબત હોતી નથી. જો તેમણે એ ચેક નથી કર્યું કે આ નામથી પહેલાથી જ કોઇ ટ્રેડમાર્ક છે તો આ તેમની ભૂલ છે. પતંજલિ તરફથી કોર્ટમાં જાણકારી નહીં હોવાનો તર્ક આપી શકાય નહીં.

લોકોમાં ડરનો ફાયદો ઉઠાવે છે પતંજલિ

મદ્રાસ હાઈકોર્ટે ચૂકાદો આપતા કહ્યું કે, લોકોમાં કોરોના વાયરસ સંક્રમણના ડરનો પતંજલિ ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહી છે. કોર્ટે કહ્યું, સામાન્ય નાગરિકોના ડરનો ફાયદો ઉઠાવતા પતંજલિ કોરોના વાયરસની દવાની વાત કરી રહી છે. કોર્ટે કહ્યું કે, પતંજલિ દ્વારા વેચવામાં આવી રહેલી કોરોનિલ દવા માત્ર ખાંસી, શર્દી અને તાવ માટે કારગર છે. એવામાં આ મુશ્કેલીના સમયમાં ગુમનામ થઇ કામ કરાનારા સંગઠનોને પતંજલિ તરફથી દંડ આપવામાં આવવો જોઇએ. કોર્ટે પતંજલિ આયુર્વેદને આદેશ આપ્યો છે કે, તેઓ ચેન્નઇ સ્થિત અદાયક કેન્સર ઈન્ટિટ્યૂટ અને ગર્વમેન્ટ યોગ એન્ડ નેચરલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલને 5-5 લાખ રૂપિયા દંડ સ્વરૂપે આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp