કેન્દ્રીય મંત્રીએ કહ્યું- હવે રાજનીતિને અલવિદા કહેવાનો સમય આવ્યો છે

PC: newsroompost.com

પોતાના નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેતાં કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે કહ્યું કે હવે રાજકારણને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું, જહાં હુએ બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હૈ અને બચ્ચા-બચ્ચા રામ કા ના નારા સાથે રાજકારણમાં આવ્યાં હતાં. હવે અયોધ્યામાં રામ મંદિર સ્થાપવાનું કામ પૂર્ણ થયું છે.

મુખ્યમંત્રી બનવાના સવાલ પર તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી પદનો ઉમેદવાર નથી અથવા મારી કોઈ ક્ષમતા નથી. ગિરિરાજે કટિહારમાં કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહી દીધું છે કે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે. તેમણે કહ્યું, જ્યાં સુધી મારા મુખ્યમંત્રી બનવાની વાત છે. ન તો હું મુખ્યમંત્રી પદના ઉમેદવાર છું, ન મારી ક્ષમતા છે. અમે ધારાસભ્ય અને સાંસદ બનવા આવ્યા ન હતા.

તેમણે કહ્યું, અમે જહાં હુએ કુરબાન મુખર્જી વો કાશ્મીર હૈ અને બચ્ચા-બચ્ચા રામ કા ના નારા સાથે આવ્યા હતા. બંને પૂર્ણ થઈ ગયા છે. હવે મારા જેવા લોકો માટે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે. નિવૃત્તિ લેવા બાબતે ગિરીરાજે કહ્યું, દેશમાં વસ્તી નિયંત્રણ કાયદાની જરૂર છે અને જે દિવસે વસ્તી નિયંત્રણ કાયદો અમલમાં આવશે, હું રાજકારણથી પોતાને અલગ કરીશ.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વિવેકાનંદની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના સવાલ પર ગિરિરાજે કહ્યું કે, હવે એવોર્ડ વાપસી ગેંગ અને ટુકડે ટુકડે ગેંગ ક્યાં છે. અરવિંદ કેજરીવાલ હોય, કમ્યુનિસ્ટ પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, આજે દરેકની જીભ બંધ છે. જે લોકોએ તોડી છે તે બચશે નહીં અને દેશ આવા લોકોને જોઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp