મંગળસૂત્ર ન ખરીદ્યું તો 3 બાળકો સાથે મહિલાએ ખાધું ઝેર, માતા-પુત્રએ ગુમાવ્યો જીવ

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં હ્રદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ 3 બાળકો સાથે ઝેરીલો પદાર્થ ખાય લીધો હતો. ઝેર પીવાથી એક માસૂમ પુત્ર અને તેનું (મહિલાનું) મોત થઈ ગયું છે. જ્યારે બે બાળકો હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે લડાઈ લડી રહ્યા છે. ચાલો તો જાણીએ કે આખરે આ મહિલાએ આ પગલું શા માટે ઉઠાવ્યું? તમને જણાવી દઈએ કે બરહજ વિસ્તારના કટઈલવા ગામમાં બુધવારે મોડી રાતે રામાશંકર નિષાદના પુત્ર આનંદની પત્ની રંગીતા ભોજન કર્યા બાદ રૂમમાં સુવા જતી રહી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે લગભગ પોણા બાર વાગ્યે ઘરમાં બૂમાબૂમ થઇ ઉઠી હતી. જેને સાંભળીને આસપાસના લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. રંગીતા અને તેના પુત્ર જયરામ (ઉંમર 10 વર્ષ), શિવરાજ (ઉંમર 6 વર્ષ )અને રામરાજ (ઉંમર 4 વર્ષ)ના મોઢામાંથી ફીણ નીકળી આવ્યું હતું. શિવરાજ માતા દ્વારા કડવો પદાર્થ પીવડાવવાની વાત કહી રહ્યો હતો. ઇમરજન્સીમાં બધાને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ રંગીતાને મૃત જાહેર કરી દીધી હતી. જ્યારે 3 બાળકોની હાલત ગંભીર હોવાથી જિલ્લા હૉસ્પિટલમાં રેફર કરી દેવામાં આવ્યા હતા.

જિલ્લા હૉસ્પિટલ પહોંચતા જ શિવરાજે પણ દમ તોડી દીધો હતો. તો અન્ય બે બાળકોને જિલ્લા હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. માતા-પુત્રના મોતથી ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકો આઘાતમાં પડ્યા છે. આ સંબંધમાં ઇન્સ્પેકટર જયંત કુમાર સિંહે જણાવ્યું હતું કે માતા-પુત્રનું મોત થઈ ગયું છે. શવોનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આનંદ નિષાદની પત્ની રંગીતા મંગળસૂત્ર ન ખરીદી આપવાની વાતથી નારાજ ચાલી રહી હતી.

આ વાતને લઈને તેના દ્વારા ઉઠાવવામાં આવેલાં આ પગલાંએ બધાને હેરાન કરીને રાખી દીધા છે. રમાશંકરના 3 પુત્રોમાંથી સૌથી નાના પુત્ર અંબુજના 9 મેના રોજ લગ્ન છે. કહેવામાં આવી રહ્યું છે કે ગયા રવિવારે પરિવારજનોએ લગ્નની ખરીદી કરી હતી. રંગીતાએ પોતાના માટે મંગળસૂત્ર ખરીદવાની વાત કહી હતી. પરિવારજનો પણ લગ્ન નજીક આવવા પર મંગળસૂત્ર ખરીદી આપવાની વાત કહી રહ્યા હતા, પરંતુ તે માનવા માટે તૈયાર નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp