PM મોદીએ ફરીએકવાર બધાને ચોંકાવીને આ નેતા બનશે લોકસભાના નવા સ્પીકર

PC: twitter.com/PIB_India

લોકસભાના સ્પીકરની જાહેરાત થઇ ગઇ છે અને ફરીએકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે. રાજસ્થાનના કોટા લોકસભા બેઠકના BJPના સાંસદ ઓમ બિરલાને લોકસભાના નવા સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ઓમ બિરલાની પત્ની અમિતા બિરલાએ કહ્યું હતું કે, આ અમારા માટે બહુ ગૌરવ અને ખુશીની વાત છે. અમે તેમની પસંદગી માટે કેબિનેટના ખૂબ આભારી છીએ.

Image result for Om Birla,

લોકસભા અધ્યક્ષની આજે પસંદગી થવાની હતી, એટલે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી હતી. લોકસભા અધ્યક્ષ બનવાની રેસમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી મેનકા ગાંધી, રાધામોહન સિંહ, રમાપતિ રામ ત્રિપાઠી, એસ.એસ.આહલુવાલિયા અને ડૉ.વિરેન્દ્ર કુમાર જેવા નેતાઓના નામની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ બધાને ચોંકાવતા ઓમ બિરલાની લોકસભા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે.

ઓમ બિરલા આજે જ પોતાનું નોમિનેશન ફાઇલ કરશે, ત્યાર બાદ બુધવારના રોજ સદનમાં આના પર મતદાન થશે. NDA પાસે લોકસભામાં બહુમત હોવાથી ઓમ બિરલાનું લોકસભા સ્પીકર બનવું નક્કી જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp