તેલંગણા પોલીસને મળી મોટી સફળતા, Operation Smile અંતર્ગત 581 બાળકોને બચાવ્યા

PC: khabarindia.in

યુપીના ગાજિયાબાદથી શરૂ થયેલા ઓપરેશન સ્માઈલ (Operation Smile)ની અસર હવે દેશના દરેક ખૂણામાં જોવા મળી રહી છે. બાળ મજૂરી અને તસ્કરોના કબ્જામાં ફસાઈને બરબાદ થઈ રહેલા નાનપણને બચાવવાનો પ્રયત્ન રંગ લાવી રહ્યો છે. ઓપરેસન મુસ્કાન અંતર્ગત તેલંગણા પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લાં 1 વર્ષથી ચાલી રહેલા આ ઓપરેશન અંતર્ગત અત્યારસુધીમાં 581 બાળકોને બચાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સ્માઈલ અંતર્ગત બાળકોને બચાવવા માટે સાઈબરાબાદ પોલીસ આયુક્તે ગત વર્ષે જુન મહિનામાં આ ટીમ બનાવી હતી. તે અંતર્ગત સાઈબરાબાદ કમિશનરેટની અંદર ત્રણ સ્માઈલ ટીમો ત્રણ ઝોનમાં કામ કરી રહી હતી. આ ટીમોનો ઉદ્દેશ્ય બાળ તસ્કરી અને બાળકોને એ લોકોથી બચાવવાનો છે, જે તેમની પાસે ભીખ મગાવવાનું કામ કરે છે. ટીમ સાર્વજનિક સ્થળો પર સર્ચ ઓપરેશન કરતી હતી, જે ભીખ માગતા અથવા કચરો વણવાનું કામ કરતા હતા.

સાઈબરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, રેસ્ક્યૂ કરવામાં આવેલા 543 બાળકોમાં 339 છોકરા અને 204 છોકરીઓ સામેલ છે. તેમાંથી 29 છોકરા અને 9 છોકરીઓને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. સાઈબરાબાદ પોલીસે એક વિશેષ WhatsApp નંબર (7901115474) જાહેર કર્યો, જેના પર લોકો બાળ મજૂરી કરાવનારાઓ અંગે ફરિયાદ કરી શકતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp