હોટેલમાં પાર્ક કરેલા વાહનની જવાબદારી સંપૂર્ણ રીતે હોટેલની જ રહેશેઃ સુપ્રીમ કોર્ટ

PC: seongnamsrsuites.com

હવે કોઈ હોટેલ 'તમારા પોતાના જોખમે પાર્કિંગ કરો' એવું લખીને તેની જવાબદારીમાંથી બચી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એકવાર કારની ચાવી પાર્કિગ પહેલા કે પછી હોટલના સ્ટાફને સોંપી દેવામાં આવશે, ત્યારબાદ હોટલની પણ જવાબદારી રહેશે. આવી સ્થિતિમાં જો વાહન ચોરી થાય છે અથવા તેમાં થોડું નુકસાન થાય છે તો હોટલ વળતર ચૂકવવાનું ટાળી શકશે નહીં.

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગના નિર્ણયને યોગ્ય તરીકે સ્વીકારતાં કહ્યું હતું. ગ્રાહક આયોગે દિલ્હીની તાજમહેલ હોટલ પર 2.8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જે વ્યક્તિની મારુતિ ઝેન કાર 1998માં હોટલના પાર્કિંગમાંથી ચોરી થઈ હતી તેને વળતર તરીકે દંડની રકમ ચૂકવવાની હતી. કમિશને તેને હોટલ મેનેજમેન્ટની બેદરકારી ગણાવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ગ્રાહકનું વાહન તે જ હાલતમાં પાર્ક કર્યું હતું તે સ્થિતિમાં પાછું આપવાની જવાબદારી હોટલની છે.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે હોટલો એમ કહીને વળતર ટાળી ન શકે કે તેઓ નિ: શુલ્ક પાર્કિંગની સેવા આપી રહ્યા છે, કારણ કે ગ્રાહક પાસેથી પહેલેથી જ સર્વિસ, ફુડ, એન્ટ્રી ફી વગેરેના નામે મળેલ નાણાં લઇ લેવામાં આવે છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે હોટલ તેના દોષ અથવા બેદરકારીના પુરાવા હોય ત્યારે જ દંડ અથવા વળતર ચૂકવવાં માટે જવાબદાર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp