ઓક્સફોર્ડની કોરોના વેક્સીનનો એક ડોઝ ભારતમાં આટલી કિંમતે મળશે

PC: gavi.org

ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, તેમણે આંતરરાષ્ટ્રીય વેક્સીન અલાયન્સ ગવી અને બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશનની સાથે એક ડીલ સાઇન કરી છે. જેના હેઠળ લોઅર ઈનકમ ધરાવતા દેશોને કોરોના વેક્સીનનો 100 મિલિયન ડોઝ પૂરો પાડશે. SIIએ કહ્યું છે કે, તેઓ કોરોના ડોઝની વધુમાં વધુ કિંમત 3 ડૉલર રાખશે. જેને 92 દેશોને પહોંચાડવામાં આવશે.

આદાર પૂનાવાલાની SII કંપનીએ આ પહેલા AstraZeneca અને Novavax કોરોના વેક્સીન વિકસિત કરતી કંપની સાથે હાથ મેળવ્યા હતા. જેમાં પણ વેક્સીનની કિંમત 3 ડૉલર રાખવામાં આવી છે. કોવિશિલ્ડ જે પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા મેન્યુફેક્ચર કરી રહી છે તેની કિંમત ભારતમાં 225 રૂપિયા હોઇ શકે છે. કોરોના વેક્સીનના એક ડોઝની કિંમત 225 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરવામાં આવેલી આ વેક્સીનનું ઉત્પાદન ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ કરી રહી છે.

Oxford/AstraZeneca કેન્ડીડેટ, ChAdOx1 nCoV-19, હાલમાં વેક્સીનની અંતિમ સ્ટેજમાં છે, તો ત્રીજા ચરણની ટ્રાયલ યૂકે અને બ્રાઝીલમાં ચાલી રહી છે. જ્યારે આફ્રિકામાં 1/2 ફેઝની ટ્રાયલ ચાલી રહી છે. જણાવી દઇએ કે, ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીનની હ્યૂમન ટ્રાયલ ખૂબ જ સફળ રહી હતી અને હવે તેના ઉત્પાદનની તૈયારી પણ શરૂ થઇ ગઇ છે. આ દિશામાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ અદાર પુનાવાલાએ જણાવ્યું હતું કે, 200 મિલિયન ડૉલરને આ દવામાં લગાવવાનું કાર્ય એક ઝટકામાં કરી દેવામાં આવ્યું છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર સારા ગિલ્બર્ટે કોરોના વાયરસ વેક્સીન બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. સારા ગિલ્બર્ટ આ વેક્સીનના ત્રીજા અને ફાઇનલ સ્ટેજનું નેતૃત્વ પણ કરી રહી છે. તેમનનો દાવો છે કે, ઓક્સફોર્ડ વેક્સીન કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે 80 ટકા પ્રભાવી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ, જે દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે. તેણે કહ્યું હતું છે કે, ભારતમાં બધા જ લોકોને વેક્સીન લગાવવામાં 2 વર્ષ સુધીનો સમય લાગી શકે છે.

જણાવી દઇએ કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કન્ફર્મ કરી દીધું છે કે ટોટલ 6 વેક્સીન કેન્ડીડેટ કોરોના વાયરસ વેક્સીનના ત્રીજા સ્ટેજની ટ્રાયલમાં છે. Oxford/AstraZeneca ઉપરાંત જે અન્ય 5 કોરોના વેક્સીન કેન્ડીડેટ જે ફેઝ 3માં છે તેઓ છે- Moderna/NIAID, BioNTech/Fosun Pharma/Pfizer, Sinovac, Wuhan Institute of Biological પ્રોડક્ટ્સ/Sinopharm and Beijing Institute of Biological પ્રોડક્ટસ/Sinopharm.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp