કરોડપતિ નીકળ્યો પંક્ચરવાળો, બાઈક શોરૂમ, બંગલો અને રહેણીકરણીથી ખુલ્યું રહસ્ય

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના બરેલીમાં ટાયર પંક્ચર બનાવનારો એક વ્યક્તિ કરોડપતિ નીકળ્યો. પંક્ચરવાળાની શાહી લાઈફ સ્ટાઈલનો ઈનપુટ મળ્યો તો પોલીસે તેના પર નજર રાખવાનું શરૂ કરી દીધુ હતું. ત્યારબાદ અભણ આરોપીના દિમાગની આપરાધિક કારસ્તાનીથી પોલીસ પણ દંગ રહી હઈ હતી. પોલીસને જાણવા મળ્યું કે, સ્મેક ડ્રગ્સની ગેરકાયદેસર કમાણીથી તેણે શોરૂમ અને ઘર સહિત આશરે 7 કરોડની પ્રોપર્ટી બનાવી લીધી. બરેલીના નકટિયા વિસ્તારમાં રહેતો ઈસ્લામ ખાન અભણ અને બેરોજગાર હતો. તેણે બરેલીમાં જ દિલ્હી-લખનૌ હાઈવેના કિનારે ટાયર પંક્ચર બનાવવા માટે એક જગ્યા રાખી લીધી હતી. આ કામથી થનારી થોડીઘણી આવકથી તેના ઘરનું ગુજરાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ઈસ્લામ સ્મેકના કુખ્યાત તસ્કર નન્હે લંગડાના સંપર્કમાં આવી ગયો. પછી તે પંક્ચર દુકાનની આડમાં નન્હે લંગડા માટે ડ્રગ અને સ્મેકની તસ્કરી કરવા માંડ્યો.

સ્મેકની કાળી કમાણીથી એક વર્ષમાં ઈસ્લામને કરોડો રૂપિયાની પ્રોપર્ટી ઊભી કરી લીધી. મોટાભાગની પ્રોપર્ટી ઈસ્લામે પોતાની પત્ની અને દીકરાઓના નામ પર ખરીદી હતી. આ પૈસાથી ઈસ્લામે એક બાઈકનો શોરૂમ પણ ખોલી લીધો હતો, જેને પોલીસ સાથે મળીને હાલમાં બીડીએએ કાર્યવાહી કરી ધ્વસ્ત કરી દીધો. થોડાં સમય પહેલા બરેલી પોલીસે સ્મેક તસ્કર નન્હે લંગડે અને તેના ભત્રીજાને રંગેહાથ સ્મેક તસ્કરી કરતા પકડ્યો હતો. પોલીસે આરોપીઓને મોકલીને મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. તપાસ દરમિયાન પોલીસના સીમે ઈસ્લામ ખાન નામનો વ્યક્તિ આવ્યો. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, ઈસ્લામ પંક્ચર બનાવવાનું કામ કરતો હતો. જોકે, તેની લાઈફસ્ટાઈલ અને પહેરવેશથી પોલીસને શંકા ગઈ હતી.

એસપી દેહાત રાજકુમાર અગ્રવાલના આદેશ પર સ્થાનિક પોલીસે ઈસ્લામ ખાન પર નજર રાખવાની શરૂ કરી દીધી હતી. પરંતુ, પોલીસના હાથમાં કંઈ ના આવ્યું. પછી ઈસ્લામ ખાનના આધાર કાર્ડની તપાસ કરવામાં આવી તો તેના પાનકાર્ડના તમામ રેકોર્ડ સામે આવી ગયા. એસપી ગ્રામીણે જણાવ્યું કે, પાનકાર્ડ દ્વારા પોલીસને જાણકારી મળી કે ઈસ્લામ ખાન અને તેના પરિવારજનોના આયકર રિટર્નમાં મોટી રકમ દર્શાવવામાં આવી હતી જે ઓછાં સમયમાં આવી હતી. જ્યારે પોલીસે પંક્ચરવાળા ઈસ્લામ ખાનને આવકનું સાધન પૂછ્યું, તો આખો મામલો સામે આવી ગયો કે કઈ રીતે તેણે ડ્રગ તસ્કરીમાં કરોડોની સંપત્તિ જમા કરી લીધી હતી.

એસપી દેહાતે જણાવ્યું છે કે, અમે તેના પાનકાર્ડની ડિટેલ જાણવા માટે તેના આધારકાર્ડનો ઉપયોગ કર્યો. તપાસમાં અમને જાણવા મળ્યું કે, તે ખૂબ જ રસપ્રદ હતું કારણ કે, ઈસ્લામ અને તેના પરિવારના આયકર રિટર્નમાં એક મોટી રકમ દર્શાવવામાં આવી છે, જે હાલમાં તેના ખાતામાં આવી છે. પૂછપરછમાં એવુ પણ જાણવા મળ્યું છે કે ઈસ્લામે હાઈવે પર એક બહુમાળી ઈમારત બનાવી હતી અને એક બાઈકનો શોરૂમ પણ ખોલ્યો હતો.

બરેલી વિકાસ પ્રાધિકરણની સાથે મળીને એસપી સ્મેક તસ્કરોની કરોડોની સંપત્તિ પર બુલડોઝર ચલાવી ચુક્યા છે. જિલ્લામાં અત્યારસુધી આશરે 100 કરોડની પ્રોપર્ટી અટેચ કરાવી ચુક્યા છે. પોલીસ ઓફિસરોનું કહેવુ છે કે, પોલીસના રડાર પર સતત એવા લોકો છે જે કેટલાક સમયમાં જ ખૂબ જ ધનવાન બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp