શું US પણ PM મોદીના સ્વાગત માટે કરોડો રૂપિયા ખર્ચશે..., આ ડાયરેક્ટરે કરી ટ્વીટ

PC: twimg.com

બોલિવુડ અને સાઉથના જાણીતા ડાયરેક્ટર સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. તેઓ પોતાની ટ્વીટને લઈને ઘણીવાર વિવાદોમાં પણ સપડાયા છે. હાલમાં તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈને એકપછી એક ઘણી ટ્વીટ કરી છે. ડાયરેક્ટરે ટ્રમ્પની ભારત યાત્રાને લઈને કરેલી આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો તેમની આ ટ્વીટને ખૂબ વાંચી રહ્યા છે. જેમાં ડાયરેક્ટરે સવાલ કર્યો છે કે, જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ભારતમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે, શું આ રીતનું સ્વાગત અમેરિકામાં ભારતના પ્રધાનમંત્રી મોદીનું પણ થશે.

બોલિવુડના આ જાણીતા ડાયરેક્ટ રામ ગોપાલ વર્માએ ટ્વીટ કરીને લખ્યું, આપણે ભારતીયોએ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો, શું અમેરિકા પણ નરેન્દ્ર મોદીના અમેરિકામાં સ્વાગત માટે હજારો રૂપિયા પણ ખર્ચ કરશે? આ અમેરિકા તરફ ઈશારો છે, ભારતની તરફ નહીં...બસ એમ જ કહ્યું. આ રીતે રામ ગોપાલ વર્માઓ વ્યંગ કર્યો છે.

એટલું જ નહીં રામ ગોપાલ વર્માએ ગુજરાતના અમદાવાદમાં બનાવેલી દિવાલને લઈને પણ ટ્વીટ કરી છે. રામ ગોપાલ વર્માએ અમદાવાદની દિવાલની તસવીર શેર કરી અને લખ્યું, રિયલ વ્યૂ વર્સિસ ટ્રમ્પ વ્યૂ.

આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈ તેમના સ્વાગતમાં કરેલા ખર્ચ અંગે સવાલ ઊભા કર્યા હતા. ટ્વીટ કરી તેમણે લખ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના આગમન પર 100 કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. પણ આ પૈસા એક સમિતિના માધ્યમે ખર્ચ કરવામાં આવી રહ્યા છે. સમિતિના સભ્યોને પણ ખબર નથી કે તેઓ તેના સભ્યો છે. શું દેશને જાણવાનો હક નથી કે કયા મંત્રાલયે સમિતિને કેટલા રૂપિયા આપ્યા? સમિતિની આડમાં સરકાર શું છુપાવી રહી છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp