CM કેજરીવાલના ઘરની છત તૂટી પડી, ઉઠી રહ્યા છે અનેક સવાલો

PC: intoday.in

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરમાં બનેલી તેમની ચેમ્બરની છત તૂટી પડી હતી. જોકે, સદનસીબે તેમાં કોઈને પણ ઈજા પહોંચી નથી. સુત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના આવાસમાં જે ઓફિસ બનાવી છે, તેમાં આ ઘટના બની છે. જોકે, સારી વાત એ રહી કે, આ ઘટનામાં કોઈને પણ કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી. ગત અઠવાડિયે આ ઘટના બાદ તરત જ તેનું સમારકામ કરાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. દરમિયાન આ ઘટનાના બે દિવસ બાદ જ્યારે રીપેરીંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રી ચેમ્બરની છત તૂટી પડી હતી. ત્યારબાદ ટોયલેટનું રીપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું. એટલું જ નહીં, પરિસ્થિતિ તો એવી ઊભી થઈ કે જ્યારે ટોયલેટની છતનું રીપેરીંગ કામ શરૂ થયું તો તે દરમિયાન ટોયલેટની દીવાલની ઈંટ પણ નીકળવાની શરૂ થઈ ગઈ હતી.

સરકારી સુત્રના જણાવ્યા અનુસાર, અત્યારસુધી CMની ચેમ્બર વોર રૂમ જેવી હતી, જ્યાં મહત્ત્વની બેઠકો યોજાતી હતી. એ સૌભાગ્યની વાત છે કે, જ્યાં આ ઘટના બની તે ચેમ્બરમાં હંમેશાં કંઈક ને કંઈક થતું રહે છે, પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ ત્યાં હાજર નહોતું. જે છત તૂટી પડી તે ચેમ્બર CM કેજરીવાલનું પર્સનલ ચેમ્બર હતું.

જણાવી દઈએ કે, દિલ્હીના સિવિલ લાઈન્સ સ્થિત 6 ફ્લેગસ્ટાફ માર્ગમાં માર્ચ, 2015થી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રહી રહ્યા છે. સુત્રોના કહેવા અનુસાર, આશરે 80 વર્ષ જુના આ ઘરમાં જ્યારથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રહેવા માટે આવ્યા છે, ત્યારથી હંમેશાં કંઈક ને કંઈક રીપેરીંગનું કામ ચાલતું જ રહ્યું છે. આવામાં સવાલ એ ઊભો થાય છે કે, શું મુખ્યમંત્રી નિવાસ સુરક્ષિત છે? સુત્રોના જણાવ્યા અનુસાર, 6 ફ્લેગસ્ટાફ માર્ગ (મુખ્યમંત્રી આવાસ) 1942ના વર્ષમાં બન્યું હતું. છેલ્લાં ત્રણ અઠવાડિયાથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે, બિલ્ડિંગના અન્ય હિસ્સાઓ પણ પ્રભાવિત થયા હશે. આ જ કારણ છે કે, હવે પહેલા CM કેજરીવાલના ઘરનું PWDના અધિકારીઓ દ્વારા રિવ્યૂ કરવામાં આવશે. અધિકારીઓના આંકલન રિપોર્ટ બાદ આ અંગે નિર્ણય કરવામાં આવશે.

CM આવાસની છતનો હિસ્સો તૂટવા પર લોક નિર્માણ વિભાગના મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, મેં પોતે જોયું છે, આશરે 1940ના વર્ષમાં બનેલી આ ખૂબ જ જૂની બિલ્ડિંગ છે. તેમાં છત ક્રેક થઈ ગઈ છે. થોડો હિસ્સો તૂટી પણ પડ્યો છે. સુરક્ષા અંગે તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp