કાંદાની માળા સાથે પ્રચારમાં નીકળ્યા તેજસ્વી યાદવ, કહ્યું- સરકાર આ અંગે જવાબ આપે

PC: twitter.com

બિહાર ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય જનતા દળ(RJD)એ મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે. RJD નેતા તેજસ્વી યાદવે આજે સવારે કાંદાની માળા લઈને પ્રચારમાં ઉતરેલા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નાના વેપારીઓને BJP સરકારે મારી નાખ્યા છે. મોંઘવારી વધવા પર BJPના લોકો કાંદાની માળા પહેરીને ફરતા હતા, હવે અમે તેમને આ પાછી સોંપી રહ્યા છે.

RJDના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, કાંદા કિલોએ 100 રૂપિયા પર પહોંચવાનો છે. રોજગાર નથી, લોકોને ખાવા માટે ફાંફા પડી રહ્યા છે. કાંદા 50-60 રૂપિયે કિલો થવા પર જે લોકો કાંદા માટે રડતા હતા, તેઓ અત્યારે ક્યાં છે. અત્યારે તો 80 રૂપિયાને પાર છે કાંદા. દેશભરના ગરીબોને પૂછવામાં નથી આવી રહ્યું પરંતુ તેમની પર હુમલો કરવામાં આવી રહ્યો છે.

RJD નેતા તેજસ્વીએ વધુમાં કહ્યું હતું કે, બિહારમાં કુલ 60 ઘોટાળા થયા છે, જેમાંથી આશરે 30,000 કરોડ રૂપિયા ચાઉ કરી જવામાં આવ્યા છે. મુશ્કેલીના સમયમાં પણ પૈસાનો કોઈ હિસાબ નથી. ભ્રષ્ટાચાર ઘણો વધી રહ્યો છે, લાંચ આપ્યા વગર કોઈ કામ થતું નથી. નીતિશજીએ આ એક પરંપરા બનાવી દીધી છે કે કોઈ પણ કામ ચઢાવો આપ્યા વગર થશે નહીં.

બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પ્રચારના પહેલા તબક્કાનો આજે છેલ્લો દિવસ છે અને દરેક પક્ષના નેતાઓ લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે રેલીઓ યોજી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવ આ વખતે હસનપુર બેઠક પરથી ચૂંટણીમાં ઉતર્યા છે. આજે સવારે તેજ પ્રતાપ માટે ચૂંટણીનો પ્રચાર કરવા તેમની સાથે તેમના ભાઈ અને આરજેડી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ આવી શકે તેમ છે.

તેજસ્વી યાદવની રેલી પહેલા તેજ પ્રતાપ યાદવે અનોખા અંદાજમાં સૌ કોઈને આમંત્રણ આપ્યું છે. તેજ પ્રતાપ યાદવે ટ્વીટમાં લખ્યું છે કે, તારીખ 26-11-2020ના હસનપુરની ક્રાંતિકારી ધરતી પર અર્જુન તેજસ્વી યાદવનું આગમન થવા જઈ રહ્યું છે. હસનપુરની તમામ જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. હસનપુરની રેલી પહેલા તેજ પ્રતાપ યાદવ ગામના કેટલાક છોકરાઓ સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પહેલો તબક્કો 28 ઓક્ટોબર, 3જી નવેમ્બર અને 7 નવેમ્બરે યોજાશે. અને 10 નવેમ્બરના રોજ ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp