TMC છોડીને BJPમા સામેલ થયેલા નેતાએ મંચ પર કાન પકડીને કરી ઉઠક-બેઠક

PC: indianexpress.com

પશ્વિમ બંગાળમાં ચૂંટણી પહેલા નેતાઓમાં પાર્ટી બદલવાનો દોર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)મા સામેલ થયેલા એક નેતાએ તો મંચ પર કાન પકડીને ઉઠક-બેઠક પણ કરી નાખી. પશ્વિમ મિદનાપુરમાં બુધવારે BJPમા સામેલ થયેલા સુશાંત પાલે કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસમાં રહેવાનો પાપ કર્યો તેના માટે માફી માંગી રહ્યા છે. સુશાંત પાલે જે સમયે ઉઠક-બેઠક લગાવી ત્યારે મંચ પર BJPના મોટા નેતા શુભેન્દુ અધિકારી પણ ઉપસ્થિત હતા.

શુભેન્દુ અધિકારી લગભગ મહિના પહેલા તૃણમૂલ કોંગ્રેસમાંથી બળવો કરીને BJPમા સામેલ થઈ ગયા હતા. સુશાંત પાલે કહ્યું હતું કે, હું હવે પશ્વાતાપ કરી રહ્યો છું અને બધા લોકો પાસે માફી માંગી રહ્યો છું. આ નાનકડી સજા મેં પોતાને આપી છે. જનસભા દરમિયાન મંચ પર કાન પકડીને ઉઠક-બેઠક કરી રહેલા સુશાંત પાલને જ્યારે રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તો તેમણે કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર્તા રહીને જે તેમણે પાપ કર્યા છે તેના માટે તેમ કરી રહ્યા છે.

ખડગપુર 2 નંબર બ્લોકના તૃણમૂલ કોંગ્રેસના નેતા સુશાંત પાલે BJPમા સામેલ થયા બાદ જણાવ્યું હતું કે તેઓ પહેલા BJPમા હતા, પરંતુ વર્ષ 2005મા લેફ્ટ ફ્રન્ટ સરકારને હરાવવા માટે તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા પાર્ટી છોડીને BJPમા સામેલ થઇ રહ્યા છે. હાલમાં જ આસનસોલના પૂર્વ મૈયર જિતેન્દ્ર તિવારી પણ BJPમાં સામેલ થઈ ગયા છે. તૃણમૂલ કોંગ્રેસના જિલ્લા એકાઈના અધ્યક્ષ અજય મોતીએ કહ્યું હતું કે સુશાંત પાલ પાસે 4 વર્ષ પહેલા જ બધી જવાબદારીઓ લઈ લેવામાં આવી હતી. હવે BJPના ઇશારા પર નાટક કરી રહ્યા છે. આ પહેલા તૃણમૂલ કોંગ્રેસના કેટલાક નેતા BJPમા સામેલ થઈ ચૂક્યા છે.

294 સભ્યોની પશ્વિમ બંગાળની વિધાનસભા માટે 8 ચરણોમાં મતદાન થશે. બંગાળમાં 27 માર્ચથી 29 એપ્રિલ સુધી મતદાન થશે. બંગાળમાં પહેલા ચરણ માટે 27 માર્ચે 30 વિધાનસભા સીટો પર મતદાન કરવામાં આવશે. ત્યારબાદ બીજા ચરણની 30 સીટો પર 1 એપ્રિલે મતદાન થશે. ત્રીજા ચરણમાં 31 સીટો પર 6 એપ્રિલના રોજ મતદાન થશે, તો છઠ્ઠા ચરણ માટે 43 સીટો પર 22 એપ્રિલે મતદાન કરવામાં આવશે. સાતમાં ચરણનું મતદાન 27 એપ્રિલે થશે જ્યારે આઠમા અને અંતિમ ચરણનું મતદાન 29 એપ્રિલે થશે. 8મા ચરણનું મતદાન 35 સીટો માટે કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp