મનમોહનસિંહ પાકિસ્તાન પર હુમલો કરવા માગતા હતા, આ દેશના પૂર્વ PMનો ખુલાસો

PC: hindustantimes.com

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે એકવાર પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું હતું. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમેરોને તેમના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે મુંબઈ આતંકી હુમલો ફરીથી બન્યો હોત તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પાકિસ્તાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરવાનું વિચાર્યું હતું. મનમોહન સિંહ વિશે વાત કરતા પૂર્વ પીએમ ડેવિડ કેમરોને આ વાતનો ખુલાસો કર્યો છે. ડેવિડ કેમેરોને તેમના પુસ્તકમાં મનમોહન સિંહને 'સંત પુરુષ' ગણાવ્યા હતા.

ડેવિડ કેમેરોન 2010 થી 2016 દરમિયાન વડાપ્રધાન તરીકે ત્રણ વખત ભારતની મુલાકાતે આવ્યા છે. તેમણે યુરોપિયન યુનિયન પર 2016 ના લોકમતને ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું હતું. ગુરુવારે પ્રકાશિત તેમના સંસ્મરણો 'ધ રેકોર્ડ' માં તેમણે ઘણા સંદર્ભો દ્વારા 'ભારત સિધ્ધાંત' વિશે વાત કરી હતી.

કેમેરોન લખે છે કે હું વડાપ્રધાન મનમોહન સિંહ સાથે સારી રીતે મળ્યો હતો. તે એક સંતપુરુષ છે, પરંતુ ભારત સામેની ધમકીઓ પર તેઓ મજબૂત હતા. ત્યારબાદની મુલાકાતે જુલાઈ, 2011 માં, તેમણે મને કહ્યું કે, જો મુંબઈ હુમલા જેવો બીજો આતંકવાદી હુમલો કરવામાં આવે, તો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવી પડશે.

બ્રિટનના પૂર્વ વડા પ્રધાનનો આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે ગત મહિનાથી કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે તકરાર ચાલી રહી છે. કાશ્મીર પર પગલા ઉઠાવ્યા બાદ પાકિસ્તાન ભારતને સતત યુદ્ધની ધમકી આપી રહ્યું છે. જો કે, ગૃહમંત્રી અમિત શાહે આવી કોઈ પણ શક્યતાઓને સ્પષ્ટપણે નકારી છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સતત કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવાની કોશીશ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp