વડોદરાના યુનાઇટેડ વે ગરબામાં સિગારેટ પીને ધુમાડો કાઢતી યુવતીની વીડિયો વાયરલ

PC: gujarati.opindia.com

હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રિમાં લોકો ઉત્સાહભેર ગરબે રમવા જતા હોય છે. ગરબા રમતી વખત કેટલાક વિવાદો પણ ઊભા થતાં હોય છે. હાલમાં જ બજરંગ દળના કાર્યકર્તાઓએ બે મુસ્લિમ યુવકોને મેથીપાક ચખાડ્યો હતો. હવે વડોદરામાં ગરબા કાર્યક્રમમાં ચાલુ ગરબાએ ઇ-સિગારેટ પીતી યુવતીનો વીડિયો વાયરલ થયો છે. હાલમાં આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેની ખૂબ નિંદા કરી રહ્યા છે. તેમજ હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ લાગાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, પોલીસ તંત્રએ પણ આ ઘટનાને ધ્યાનમાં લીધી છે. 

આ ઘટના વડોદરાના જાણીતા યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડની છે. અહીં એક યુવતી ગરબા દરમિયાન રોજ ઇ-સિગારેટ પીતી જોવા મળતી હતી. તેની સાથે એક યુવક પણ જોવા મળતો હતો, જેણે પોતાના હાથમાં ઇ-સિગારેટ પકડી રાખી હતી. ચાલુ ગરબાએ સિગારેટ પીને ધુમાડો કાઢતી આ યુવતીનો વીડિયો કોઈકે ઉતારીને સોશિયલ મીડિયા વાયરલ કરી દીધો હતો. વીડિયો સોશિયલ મડિયા પર વાયરલ થયા બાદ આ કૃત્યની ખૂબ નિંદા થઇ રહી છે, તો બીજી તરફ ગરબાને બદનામ કરવા માટે જાણીજોઈને એમ કરવામાં આવ્યું હોય તેમ પણ કહેવામાં આવી રહ્યું છે.

આ વીડિયો જાહેર કરનારે મીડિયાને જણાવ્યું હતું કે, આ છોકરી વડોદરાની જ છે. અમે તેનું નામ જાહેર કરવા માગતા નથી, પરંતુ આ પ્રકારની પ્રવૃતિઓ ગરબા મેદાનમાં ચલાવી લેવાય નહીં. માતાજીના પવિત્ર તહેવારમાં આ પ્રકારના કૃત્યની હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી હતી અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી હતી. આ બાબત ધ્યાનમાં આવ્યા બાદ આયોજકોએ પણ કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા દાખવી હતી અને જણાવ્યું હતું કે, આ પ્રકારના કૃત્ય ચલાવી લેવામાં નહીં આવે.

સુરક્ષાકર્મીઓને ખાસ સૂચના આપવામાં આવશે અને આવા લોકોને ગ્રાઉન્ડમાંથી શોધી કાઢીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.  બીજી તરફ આ બાબતે વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંહે જણાવ્યું હતું કે, જો ખરેખર એમ હોય તો એ ખોટું છે. અમે સિવિલ ડ્રેસમાં ફરતી SHE ટીમને સૂચના આપીશું. તેઓ હવે રોમિયો સાથે આવી મહિલાઓ સામે પણ કાર્યવાહી કરશે. એક રિપોર્ટ મુજબ, આ મામલે પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી છે. એડવોકેટ ભાવિન વ્યાસે શહેર પોલીસ કમિશનરને ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, આ યુવતીએ આ કૃત્ય દ્વારા હિંદુઓની લાગણીને ઠેસ પહોંચાડી છે. તેની સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવે, તેમજ જો આયોજકો સામેલ હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp