મા દુર્ગાની મૂર્તિ બનાવવા માટે વૈશ્યાલયની માટીનો ઉપયોગ કેમ થાય છે?

PC: ichowk.in

પશ્ચિમ બંગાળ સહિત ભારતમાં કેટલીક જગ્યાઓ પર દુર્ગા પૂજાનો ઉત્સવ મોટા પાયે ઉજવવામાં આવે છે. આ મહોત્સવ નવરાત્રિના પાંચમા દિવસથી લઇને વિજયા દશમી સુધી ચાલે છે. આ દરમિયાન ભવ્ય પંડાલોમાં મા દુર્ગાની વિશાળ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને વિજયા દશમીના દિવસે વિસર્જન કરવામાં આવે છે. તેમાં મા દુર્ગાની જે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, તેમાં ખાસ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે.

માં દુર્ગાની પ્રતિમા બનાવવા માટે ક્યાંક પાંચ તો ક્યાંક દસ પ્રકારની માટીનો ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે, દેવો અને પ્રકૃતિના અંશથી માં દુર્ગાનું તેજ પ્રકટ થાય છે, તેથી તેમાં કેટલીક જગ્યાઓની માટીનો ઉપયોગ કરવો જરૂરી છે. તમને જાણીને નવાઇ લાગશે કે, મા દુર્ગાની પ્રતિમા બનાવવા માટે વૈશ્યાલયના આંગણાની માટીનો પણ ઉપયોગ કરવાની પરંપરા છે.

પૌરાણિક કથા અનુસાર, એક વૈશ્યા મા દુર્ગાની એક મોટી ભક્ત હતી. પણ તે સમાજમાં પોતાના તિરસ્કારથી દુખી હતી. ત્યારે મા દુર્ગાએ તેની સાચી શદ્ધાને જોઇને તેના વરદાન આપ્યુ હતું કે, જ્યાર સુધી મા દુર્ગાની પ્રતિમામાં વૈશ્યાલયની માટીનો શામેલ ન કરવામાં આવશે, ત્યાર સુધી દેવીનો એ મૂર્તિમાં વાસ ન થશે.

શાસ્ત્ર અને પુરાણોની જાણકારી રાખનારા દરેક લોકો કહે છે કે, દેવીની મૂર્તિ બનાવવા માટે પાંચ કે દસ જગ્યાઓ પરથી માટી લાવવામાં આવે છે. જેમાં વૈશ્યાઓના આંગણાની માટી સિવાય, પર્વત, નદીના કિનારા, આખલાનું શીંગળુ, હાથીનો દાંત, ઉધઇનો રાફડો, મહેલ કે દ્વાર અને ચાર રસ્તા વગેરે જેવી જગ્યાઓ પરની માટી શામેલ કરવામાં આવે છે.

મા દુર્ગાની સૌથી વધારે મૂર્તિઓ કલકત્તાના કુમરટલી વિસ્તારમાં બનાવવામાં આવે છે. જ્યાં કલકત્તાના સૌથી મોટી વૈશ્યાલય સોનાગાછીની માટી લાવવામાં આવે છે. તે સિવાય, તેમાં ગંગા ઘાટથી લવાતી માટીનો પણ લાવવામાં આવે છે. દેવની મૂર્તિ બનાવનારા કારીગરો દેશભરથી ત્યાં માટી લેવા આવે છે. મૂર્તિ બન્યા બાદ તે મૂર્તિને મોટા મોટા મંડપોમાં સ્થાપિત કરવામાં આવે છે અને પાંચમની તિથિથી પૂજા પાઠ શરૂ થઇ જાય છે. દશમી તિથિએ ધામધૂમથી પૂજા કર્યા બાદ આ મૂર્તિનું વિસર્જન કરી દેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp