દશેરાએ ફાફડા, જલેબીની દુકાન પર તંત્રએ ચેકિંગ કર્યું 500 કિલો નાશ કરાયો

PC: khabarchhe.com

સરકારે જણાવ્યું કે, નાગરિકોને શુદ્ધ, સલામત અને પોષણક્ષમ્ય આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દશેરાના તહેવાર નિમિત્તે સમગ્ર રાજ્યમાં વેચાણ થતા ફાફડા, જલેબી, ચટણી વગેરેના એકમોની આકસ્મિક તપાસ કરવામાં આવી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.

તપાસ દરમિયાન ફરસાણ, મીઠાઈ, ચટણીના કુલ 1733 જેટલા ખાદ્યપદાર્થના નમુનાઓ લેવામાં આવ્યા છે જેને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, તેમજ તપાસ દરમિયાન જુદા જુદા સ્થળેથી આશરે રૂ. 54,000/-નો 500 કિગ્રા અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો છે. તથા તંત્રની ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા રાજ્યના મોટા શહેરોમાં દશેરા તહેવારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તંત્ર દ્વારા જે તે સમયે દાખલ કરેલ એડજયુડીકેશન કેસોમાં જે તે જિલ્લાના એડજયુડીકેશન ઓફીસરે સપ્ટેમ્બર-2021 દરમિયાન કુલ-57 એડજ્યુડીકેશનના કેસોમાં ચુકાદાઓ આપ્યા છે. તથા આ ચુકાદાઓમાં નમુના સાથે સંકળાયેલ તમામ જવાબદાર ઇસમોને અંદાજિત રૂ. 38,68,000/- નો દંડ કરવામાં આવ્યો છે. આ દંડની રકમ જોતા પ્રતિ કેસ આશરે રૂ. 68,000/- જેટલો સરેરાશ દંડ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આજ દિન સુધી 635 અનસેફ કેસો નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે તેમ વધુમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp