બાવળામાં રાઈસ એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં લોખંડનો સ્લેબ તૂટતા 3 મજૂરના મોત, 4 ઈજાગ્રસ્ત

PC: khabarchhe.com

અમદાવાદના બાવળામાં રાઈસ મિલમાં લોખંડનો શેડ તૂટતા 3 લોકોના મોત થયા છે. જેમાં બાવળા-ધોળકા રોડ પર આવેલી ગીરધારી એગ્રો. ઈન્ડસ્ટ્રીઝમાં રાત્રિના સમયે કામ ચાલૂ હતું. તે દરમ્યાન લોખંડનો શેડ ધરાશાયી થયો હતો. આ દરમ્યાન ત્યાં કામ કરતા મજૂરો દટાયા હતા. જમાં ત્રણ મજૂરોના ઘટના સ્થળે મોત થયા હતા. તેમજ અન્ય ચાર મજૂરોને ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બાવળામાં આ શેડ ધરાશાયી થવાની ઘટના અંગે જાણ થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ તેમના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.તેમજ બચાવની કામગીરીના રૂપે 4 ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ 108 ઈમરજન્સી સેવાને આ ઘટના અંગે જાણ થતા તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી.

રાઈસ મિલ હબ ગણાવા બાવળા શહેરમાં ધોળકા રોડ પર આવેલા ગિરધર એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં કંપાઉન્ડમાં લોખંડનો શેડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન ક્રેઈન દ્વારા લોખંડનો સ્લેબ લગાવતા ઓવરલોડના કારણે સ્લેબ તૂટી ગયો હતો. જેના કારણે મજૂરો દટાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp