ગાંધીનગરની 300 ST બસ ટ્રમ્પના કાર્યક્રમમાં મૂકાતા હજારો મુસાફરોને હાલાકી પડશે

PC: dainikbhaskar.com

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇને ST બસમાં મુસાફરી કરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમને લઇને ગાંધીનગર જિલ્લાની 300 ST બસોનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તંત્રના આ નિર્ણયના કારણે ગાંધીનગર જિલ્લાના 60 હજાર મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવશે.

રિપોર્ટ અનુસાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના લોકોને સમયસર પહોંચાડવા માટે ગાંધીનગર જિલ્લાની 300 જેટલી ST બસનો ઉપયોગ કરવામાં આવશે. જેથી ગાંધીનગર ડેપોના અંદાજીત 25,000અ, માણસા ડેપોના 11,000, કાલોલ ડેપોના 15,000 અને દહેગામ ડેપોના 10,000 લોકો સહિત કુલ 60,000 મુસાફરીને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, મુસાફર જ્યારે ST બસમાં મુસાફરી કરે છે ત્યારે બસની કોઈ ખાસ પ્રકારે દેખરેખ નથી રાખવામાં આવતી, ગમે તેવી બસો મુસાફરો માટે ઉપયોગમાં લેવા છે પરંતુ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જનારી બસો માટે સુચના આપવામાં આવી છે કે, બસની સફાઈ કરીને તેમાં ફસ્ટએઇડ કીટ ફરજીયાત મૂકવી અને સાથે-સાથે બસમાં હવા, પાણી અને ઓઈલની ચકાસણી કરી લેવી. આ ઉપરાંત ડેપો પર નોટીસ લગાવી દેવામાં આવી છે કે, 'તારીખ 23-02-20થી 24-02-20 બે દિવસ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ભારતના વડાપ્રધાન માનનીય મોદીજીનો રોડ-શો પ્રોગ્રામ હોઈ બસો નહીંવત ઓછી રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.'

આ કાર્યક્રમને લઇને દેહગામ ડેપોની 68માંથી 30 બસ ફાળવવામાં આવી છે. જેમાંથી 25 અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં અને 5 બસ ગાંધીનગર જિલ્લામાં ફાળવવામાં આવી છે. સચીવાલય અને ઉદ્યોગભવનમાં કામ કરતા કર્મચારીઓ માટે દોડાવવામાં આવતી પોઈન્ટની ST બસોમાં પણ 50%નો કાપ મૂકવામાં આવ્યો છે. પણ બીજી તરફ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇને કોટેશ્વર ગામના લોકોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગામ લોકોમાં ખૂશી હોવાનું કારણ એ છે કે, ગામ લોકો વર્ષોથી તંત્રને ગામમાં રસ્તા બનાવવા માટેની રજૂઆત કરતા હતા પરંતુ તેમની રજૂઆત ધ્યાને લેવામાં આવતી નહોતી પરંતુ આ જગ્યા ટ્રમ્પના રોડ-શોની વચ્ચે આવતી હોવાથી તંત્ર દ્વારા ગામના રસ્તાઓ નવા બનાવવામાં આવ્યા છે. રાતોરાત ગામમાં સ્ટ્રીટ લાઈટ અને ફૂટપાથની વ્યસ્થા કરવામાં આવી છે. ગામમાંથી પસાર થતી હેવી વિજલાઈનને અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવી છે અને વીજ કંપનીઓ દ્વારા રસ્તા પર મૂકવામાં આવેલા ટ્રાન્સફોર્મરને પણ બદલી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp