50 વર્ષના કૌટુંબિક કાકાએ 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કર્યું

PC: powerofpositivity.com

ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. મોટાભાગના બળાત્કારના કિસ્સાઓમાં કૌટુંબિક સંબંધી અથવા તો પાડોશી જ આરોપી નીકળે છે ત્યારે મહેસાણાના વિજાપુરમાં એક 12 વર્ષની સગીરા પર આધેડ કૌટુંબિક કાકાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે કૌટુંબિક કાકાની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી અને સગીરાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર, વિજાપુર તાલુકાના એક ગામમાં રહેતી 12 વર્ષની સગીરાના પિતાને કોઈ કારણોસર જેલની સજા થતા તેના પરિવારની સાર-સંભાળ સગીરાની બાજુના મકાનમાં રહેતા તેના કૌટુંબિક કાકા રાખતા હતા. બે મહિના પહેલા સગીરા પર 50 વર્ષના કૌટુંબિક કાકાએ નજર બગાડી હતી. કૌટુંબિક કાકાએ સગીરાની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ સગીરાને ધમકાવી હતી.

કૌટુંબિક કાકાથી ડરી ગયેલી સગીરાએ આ ઘટનાની જાણ બે મહિના સુધી કોઈને પણ કરી નહોતી, પરંતુ ફરીથી શનિવારના રોજ નરાધમ કૌટુંબિક કાકાએ સગીરા પર નજર બગાડી હતી અને કાકાએ સગીરાને પોતાના ઘરે બોલાવીને ફરી એકવાર દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના પછી સગીરાને ગુપ્તાંગના ભાગે અને પેટમાં અસહ્ય દુઃખાવો થતા તેણે સમગ્ર ઘટના કાકીને કહી હતી. સગીરાની વાત સાંભળીને કાકીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

પોતાના પતિની આ પ્રકારની હરકત જોઈએ કાકી સગીરાને લઇને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમ કૌટુંબિક કાકાની સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરી હતી અને સગીરાને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp