પાલનપુર હાઈ-વે પર ટ્રક પલટી ગયો, 38 ઘેંટા-બકરાના મોત

PC: news18.com

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બનાસકાંઠાના પાલનપુર નજીક બનવા પામી છે. આ ઘટનામાં એક ઘેંટા ભરેલો ટ્રક કોઈ કારણોસર પલટી માર્યો હતો. આ ઘટનામાં 30થી વધારે લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જીવદયા પ્રેમી સંસ્થાના લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ટ્રકમાં ફસાયેલા ઘેંટાઓને રેસ્ક્યૂ કર્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે ટ્રકનો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો અને પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર પાલનપુર-અમદાવાદ હાઈ-વે પર એક ઘેંટા-બકરા ભરેલો ટ્રક પસાર થઇ રહ્યો હતો. આ ટ્રકની અંદર 207 ઘેંટા અને બકરાઓને રાખવામાં આવ્યા હતા. આ ટ્રક જ્યારે પાલનપુર પાસે પહોંચ્યો ત્યારે કોઈ કારણોસર ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રક એકાએક રસ્તાની સાઈડમાં પલટી મારી ગયો હતો. ટ્રક પલટી મારતા જ ઘણા ઘેંટા-બકરા ટ્રકની નીચે દબાઈ ગયા હતા.

ટ્રક પલટી મારતાની સાથે ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર એકઠા થઇ હતા અને ઘેંટાઓને બચવવા જીવદયા સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેથી આ સંસ્થાના લોકો દ્વારા ઘેંટાઓનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બાબતે પોલીસને માહિતી આપતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળની પ્રાથમિક તપાસ કરીને સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરીને ટ્રકની ચાલકની શોધખોળ શરૂ કરી હતી. આ ઉપરાંત ટ્રક પલટી મારતા જે ઘેંટાઓના મોત થયા છે તેમના મૃતદેહના નિકાલની વ્યવસ્થા કરી હતી. અકસ્માતની ઘટનામાં 38 જેટલા ઘેટા બકરાઓના મોત થયા હતા. ઘટના સ્થળ પરના કરુણ દૃશ્યો જોઈને આસપાસના સ્થાનિક લોકોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ ઉપરાંત એક ટ્રક અકસ્માતની ઘટના 4 માર્ચના રોજ ગોંડલ નજીક સામે આવી હતી. ગોંડલથી આટકોટ તરફ જતા એક ટ્રકના ચાલકે સામેથી એક બાઈકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું અને બાઈકનો તો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને બાઈક ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ટ્રક ચાલક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp