સાસરિયા પત્નીના શરીરમાં આત્મા હોવાનું કહી પતિને સેક્સ ન કરવા દેતા

PC: siasat.com

રાજ્યમાં મહિલાઓ પર ત્રાસ ગુજારવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો વડોદરાની એક પરિણીતા સાથે બન્યો છે. જેમાં પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પરિણીતાના સસરા તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા માટેની મનાઈ કરતા હતા. જેથી પરિણીતાએ કંટાળીને સાસરીયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ ફરિયાદમાં સાસરિયાઓએ પોલીસ ફરિયાદ કરી તો પરિણામ ખરાબ આવશે એવી ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર વડોદરાની એક મહિલા તેના પતિ અને સાસરિયાઓ સાથે ગાંધીનગર સેક્ટર 22માં રહેતી હતી. મહિલાએ રવિવારે સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પતિ અને સાસરિયા સામે ડોમેસ્ટિક વાયોલન્સ અંતર્ગત ગાંધીનગરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ 6 ફેબ્રુઆરી 2020ના રોજ ગાંધીનગરમાં રહેતા એક યુવકની સાથે કોર્ટમાં મેરેજ કર્યા હતા. લગ્નના થોડા દિવસો પરિણીતાને સાસરિયાઓ સાથે બરાબર ચાલ્યું હતું પરંતુ ત્યારબાદ પતિ અને સાસુ-સસરા સાથે તકરાર થવા લાગી હતી. લગ્ન કરીને જ્યારે પરિણીતા ઘરે આવી ત્યારે સાસરિયા એવું માનતા હતા કે, પરિણીતાના શરીરમાં આત્મા છે. જો તે પતિ સાથે શારીરિક સંબંધ બાંધશે તો પતિના શરીરમાં આત્મા પ્રવેશી જશે. જેથી તેઓ યુવકને પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મનાઈ કરતા હતા અને પરિણીતાને શારીરીક માનસીક ત્રાસ આપતા હતા.

પરિણીતાએ તેની ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે, જ્યારે સાસુ તેને એકલી જોતા હતા ત્યારે તે સસરાને એવું કહેતા હતા કે, પરિણીતાની લાજ લૂંટી લો. સાસરીયાઓના શારિરીક અને માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતા પતિનું ઘર છોડી પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. ત્યાર પછી પરિણીતાના માતા-પિતાએ સમાધાન કરવાના પ્રયાસો કર્યા પરંતુ સાસરિયાઓ પરિણીતાને પરત લાવવા માટે માનતા ન હતા.

જેથી પરિણીતાએ સમગ્ર મામલે ગાંધીનગરના પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ અને પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સ અને શારીરિક ઇજા પહોંચવાની અને ધાક ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સસરિયાઓએ ધમકી આપી હતી કે, જો આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp