દારૂબંધીના નિયમવાળા ગુજરાતમાં સસ્પેન્ડેડ કોન્સ્ટેબલના ઘરેથી ઝડપાયો લાખોનો દારૂ

PC: youtube.com

રાજ્ય સરકાર દારૂબંધીના કાયદાનો કડકપણે અમલ કરવાની વાત કરી રહી છે, પણ શું ખરેખર ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ થાય છે ખરો? કેટલીક વાર તો ખૂદ પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતા પડકાય છે. જો કાયદાના રક્ષકો જ કાયદાનું પાલન ન કરે તો કોને કહેવા જવું. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમીના આધારે સસ્પેન્ડ પોલીસકર્મીના ઘર અને દુકાનોમાં રેડ કરીને લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ સહિત કેટલાક આરોપીઓ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

એક રિપોર્ટ અનુસાર, સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે, અમદાવાદ શહેર પોલીસના સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ પ્રભુદાસ ડોડીયારના શામળાજી પાસે પહાડીયા અને કડવથમાં આવેલા દુકાન અને મકાનમાં વિદેશી દારુનો મુદ્દામાલ રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ પહાડીયા અને કડવથમાં આવેલા પ્રભુદાસ ડોડીયારના મકાન અને દુકાનમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસને 2,46,260 રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી અને તેમની પસેથી 2 ઇકો ગાડી, 6 મોબાઈલ અને રોકડ રકમનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ પકડેલા ઇસમોમાં સોમા ડોડીયાર, રામઅનુગ્રાહ ગુર્જર અને રામવિંદ યાદવનો સમાવેશ થાય છે. આ રેડ દરમિયાન સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ પ્રભુદાસ ડોડીયાર અને આર્મીમેન ડોડીયાર ભાગવામાં સફળ રહ્યા હતા. તેથી સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp