બનાસકાંઠામાં બે ટ્રક વચ્ચે અકસ્માત થતા આગ ભભૂકી ઉઠી

PC: news18.com

રાજ્યમાં અકસ્માતોની ઘટના અવાર નવાર સામે આવે છે. વાહન ચાલકોની બેદરકારીના કારણે વધુ અકસ્માતો થાય છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે અને દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. છતાં પણ કેટલાક લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. જેના કારણે મોટી અકસ્માતોની ઘટના થાય છે. ત્યારે આવી જ અકસ્માતની ઘટના બનાસકાંઠાના થરાદ સાંચોર હાઇ-વે પર સામે આવી હતી. આ ઘટનામાં બે ટ્રક એકબીજા સાથે અથડાયા હતા અને ત્યારબાદ બંને ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં એક ટ્રકના ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું અને એક ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને ટ્રકમાં લાગેલી આગને ઓલવી હતી અને ત્યારબાદ ડ્રાઇવરના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર બનાસકાંઠાના થરાદના સંચોર હાઇ-વે પર આજે વહેલી સવારે એક અકસ્માતની ઘટના સામે આવી હતી. અકસ્માતની ઘટના એક સિમેન્ટ ભરેલી ટ્રક અને એરંડા ભરેલી ટ્રક વચ્ચે થઈ હતી. જેમાં બંને ટ્રકો એકબીજા સાથે અથડાયા હતા અને આ ઘટનામાં બંને ટ્રકનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. ટ્રક એક બીજા સાથે ધડાકાભેર અથડાયા બાદ તેમાં એકાએક આગ લાગી હતી.

આગની ઘટનામાં એક ટ્રકના ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળ પર મોત નીપજયું હતું. તો બીજા ટ્રકનો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતા આસપાસના ગામલોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોએ ફાયર વિભાગને આ બાબતે માહિતી આપી હતી. જેથી થરાદ નગરપાલિકાના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરના જવાનો દ્વારા ચાર કલાક સુધી ટ્રક પર પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયરના જવાનોએ ટ્રકમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે 36 હજાર લિટર પાણીનો ઉપયોગ કર્યો હતો.

સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો અને અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર મામલે થરાદ પોલીસે એક ટ્રકના ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp