ટ્રમ્પના કાર્યક્રમમાં જતી મહેસાણાના વિદ્યાર્થીઓની બસને અકસ્માત, 26ને ઈજા

PC: youtube.com

24 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. લાખો લોકોએ રસ્તા પર અને સ્ટેડિયમમાં ઉપસ્થિત રહીને તેમને આવકાર્યા હતા. ત્યારે 24 ફેબ્રુઆરીના રોજ મહેસાણાથી અમદાવાદ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા જતા વિદ્યાર્થીઓની બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં 26 વિદ્યાર્થીઓને ઈજાઓ થવા પામી હતી. વિદ્યાર્થીઓની બસને અકસ્માતની જાણ તેમના વાલીઓને થતા તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

રિપોર્ટ અનુસાર, 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા માટે નાગલપુર લો કોલેજના વિદ્યાર્થીઓ બસમાં જઈ રહ્યા હતા. બસ સવારના 9:30 વાગ્યે કલોલ ઇફ્કો પાસે પહોંચી ત્યારે આગળ જતી બસે એકાએક બ્રેક મારતા વિદ્યાર્થીઓ ભરેલી બસ આગળની બસ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ વિદ્યાર્થી ભરેલી બસને પાછળથી પણ એક બસે ટક્કર મારી હતી. વિદ્યાર્થીઓની બસને આગળ અને પાછળથી બસની ટક્કર લાગતા તમામ વિદ્યાર્થીઓ બૂમાબૂમ કરવા લાગ્યા હતા.

બસ અકસ્માતની ઘટનાને પગલે રાહદારીઓએ વિદ્યાર્થીઓને બસની બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી અને ઈજાગ્રસ્ત થયેલા 26 વિદ્યાર્થીઓને સારવાર માટે 108ની મદદથી કલોલની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કલોલની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તમામ વિદ્યાર્થીઓને ગાંધીનગરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. 26 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓને જડબામાં ફ્રેક્ચર થયું હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાંથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ વિદ્યાર્થીઓના વાલીઓને થતા તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp