સરકારી બજેટ મર્યાદિત હોવાથી નિર્માણ થનારા ભવન થોડા તકલાદી હોય છેઃ પાટીલ

PC: Bhaskar.com

ભાજપના પ્રદેશ પ્રમુખે સરકારી કામગીરી અંગે નિવેદન આપ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આણંદના સારસામાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા સરકારી કામની ગુણવત્તા પણ ટિપ્પણી કરી હતી. મર્યાદિત સરકારી બજેટમાં થતા ગ્રામ પંચાયતના ભવનોના કામ તકલાદી હોય છે. એવું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું છે. આણંદના સારસા ગામે રૂ.60 લાખથી વધારે લોકોના ફાળાથી નિર્માણ થયેલા ગ્રામ પંચાયતના ભવનનું સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે સંત સમિતિના અધ્યક્ષ અવિચદાસજી મહારાજ અને પાટીલે એક સાથે આ ભવન લોકો માટે ખુલ્લુ મૂક્યું હતુ. ગ્રામપંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા પાટીલે સંબોધનમાં કહ્યું કે, સરકારી બજેટ મર્યાદિત હોવાથી નિર્માણ થનારા ભવન થોડા તકલાદી હોય છે. આ પ્રસંગે સી.આર. પાટીલે દાતા પરિવારની ગામ પ્રત્યેની લાગણીના વખાણ કર્યા છે. એમની ઉદાર સખાવતને વધાવી હતી. એમની આવી કામગીરીને બિરદાવી હતી. જોકે, પોતાન સંબોધન દરમિયાન સરકારી કામગીરી સામે સવાલ કર્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, સરકારીમાંથી વ્યવસ્થા ઊભી કરતા હોય છે. એ સમયે બજેટ મર્યાદિત હોય છે. તેથી તેનું ભવન થોડું તકલાદી હોય છે. કોન્ટ્રાક્ટર પણ ન્યાય આપતા નથી. જેના કારણે કોઈ મજબુતાઈ ભવનની હોતી નથી. જાળવણી ન થતા તે જર્જરિત બની જાય છે. જોકે, સરકારી કામગીરી અંગેના આવા નિવેદનથી આ કાર્યક્રમ રાજકીય લોબીમાં ચર્ચામાં રહ્યો છે. કારણ કે, રાજ્યમાં સરકારમાં પણ ભાજપ પક્ષ રહ્યો છે. સારસા ગામે NRIના ગામ તરીકે ઓળખાય છે. અગાઉ ગ્રામ પંચાયતનું ભવન ખૂબ જ ગીત વિસ્તારમાં હતું. જેમાં ગ્રામજનો અને NRI પરિવારોને નાગરિક સુવિધાઓ અને બેઠક વ્યવસ્થા સહિતની અગવડો નડતી હતી.

છેલ્લા ઘણા સમયથી નવા ભવન માટેની કવાયત ચાલું હતી. દાતાઓને પણ પહેલ કરવામાં આવી હતી. ગામના સ્થાનિક સતિષભાઈ પટેલ અને ભાનુભાઈ પટેલ, મહર્ષિ અને પોષક ગ્રૂપે આધુનિક ગ્રામ પંચાયતના ભવન નિર્માણ અંગે તૈયારી દર્શાવી હતી. પછી રૂ.60 લાખના ખર્ચે આ ભવનનું નિર્માણ કરાયું હતું. આ દાતા પરિવાર સમગ્ર રાજ્યમાં પ્રેરક ઉદાહરણ બન્યો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ (સિલ્કી)દ્વારા આણંદ ભાજપ કાર્યાલય નિર્માણમાં 1,11,111 ની રકમનો ચેક આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp