ગૌશાળામાં થશે કોરોના દર્દીઓની સારવાર, દવાઓ ગાયના દૂધ અને ગૌમૂત્રથી તૈયાર થશે

PC: tv9gujarati.com

આખા દેશમાં કોરોનાએ કાળો કેર વર્તાવી રાખ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કારણે પરિસ્થિતિ ગંભીર દેખાઈ રહી છે. ઓક્સિજન અને હૉસ્પિટલોમાં બેડની અછત સર્જાઇ રહી છે. એવામાં બનાસકાઠા જિલ્લાના આ સેન્ટરમાં દર્દીઓની સારવાર આયુર્વેદિક દવાઓથી કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ દવાઓ ગાયના દૂધ અને ગૌમૂત્રથી તૈયાર કરવામાં આવી રહી છે. અહીં કોરોનાના એ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેમાં આ વાયરસના હલકા લક્ષણ છે. આ કોવિડ સેન્ટરને વેદલક્ષણા પંચગવ્ય આયુર્વેદ કોવિડ આઇસોલેશન સેન્ટર નામ આપવામાં આવ્યું છે.

હાલમાં અહીં 7 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા ગૌશાળાના ટ્રસ્ટી મોહન જાધવે જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આ દર્દીઓને અહીં એડમિટ કરાવવામાં આવ્યા છે. અમે આ સેન્ટરની શરૂઆત 5 મેના રોજ કરી હતી. ડીસા તાલુકાના આ ગામના 7 દર્દીઓને એડમિટ કરાવવામાં આવ્યા છે. અહીં 8 આયુર્વેદિક દવાઓથી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ દવાઓને દૂધ, ઘી અને ગૌમૂત્રથી તૈયાર કરવામાં આવી રહી છે.

ગૌશાળાના ટ્રસ્ટી મોહન જાધવે આગળ કહ્યું કે અહીં મુખ્ય રૂપે કોરોના વાયરસના લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે પંચગવ્ય આયુર્વેદ ચિકિત્સાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે ગૌ તીર્થનો ઉપયોગ કરીએ છીએ, જે દેશી ગાયો મૂત્ર અને અન્ય જડી-બુટીથી બને છે. અહીં ખાસીની સારવાર થાય છે અને અહીં અમે ગૌમૂત્ર આધારિત દવાનો ઉપયોગ કરીએ છીએ.

તેમણે કહ્યું કે, અમારી પાસે એક પ્રતિરક્ષા બુસ્ટર ચ્યવનપ્રશ છે, જે ગાયના દૂધથી બને છે. આ સેન્ટરમાં દર્દીઓની સારવાર માટે કોઈ પૈસા લેવામાં આવતા નથી. અહીં 24 કલાક બે ડૉક્ટરોની દેખરેખમાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. એ સિવાય આ સેન્ટરમાં MBBS ડૉક્ટરોની સલાહ પણ લેવામાં આવે છે. જે દર્દીઓને એલોપેથિક દવાઓની જરૂરિયાત પડી રહી હોય તેમને તેનો ડોઝ પણ આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં ગુજરાત સરકારે ગામડાઓને લોકલ કોવિડ કેર સેન્ટર બનાવવાની સલાહ આપી હતી. અત્યાર સુધી આખા રાજ્યોમાં 10 હજારથી વધારે કોવિડ સેન્ટર બનાવવામાં આવી ચૂક્યા છે. આ સેન્ટર્સમાં લગભગ 1 લાખ 20 હજાર બેડ છે. આ ગૌશાળામાં તૈયાર થયેલા કોવિડ કેર સેન્ટરમાં 1 આયુર્વેદ અને 1 એલોપેથિક ડૉક્ટર સાથે 5 નર્સ કોવિડ દર્દીઓને સારવાર આપશે.કોવિડ કેર સેન્ટરમાં ઠંકડ રહે તે હેતુથી સમગ્ર કોવિડ કેરની આજુબાજુ ઘાસ લગાવવામાં આવ્યું છે. જેથી કોવિડ સેન્ટરમાં કુદરતી રીતે તાપમાન જળવાય રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp