CR- અન્ય ધર્મના સ્થાનોમાં પણ કુતરાઓ ફરતા, નૈસર્ગિક પ્રક્રિયા કરતા હોય છે તે...

PC: khabarchhe.com

પાદરા ખાતેની જાહેર સભામાં સી. આર. પાટીલે ગઈ કાલના ભરત સિંહના મુદ્દાને લઈને કડકાઇથી જવાબ આપ્યો હતો. સી.આર. પાટીલનો વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત આજે પાદરા ખાતે દિવ્યાંગ, વિધવા બહેનો, NGO, સરકારી યોજનાના વિવિધ લાભાર્થી સાથે સંબોધન કર્યુ તેમજ પાદરા ટાઉનહોલ ખાતે શિક્ષકો સાથે સંવાદ કર્યો.

આ ઉપરાંત જાહેરમાં સંબોધન કરતા પાટીલે કહ્યું હતું કે, તેમનામાં જો હિંમત હોય તો હિન્દુ ધર્મના મંદિરો સિવાય અન્ય ધર્મ સ્થાનો છે, તેના માટે નિવેદન કેમ નથી કરતા? તે સવાલ કર્યો અન્ય ધર્મના સ્થાનોમાં પણ કુતરાઓ ફરતા હોય છે ત્યા તેઓ નૈસર્ગિક પ્રક્રિયા કરતા હોય છે તે અંગે નિવેદન કરે છે આ નિવેદન આપે તો તે મર્દ છે.

હિન્દુ ધર્મના ભાઇ-બહેનો સહિષ્ણુ છે તેઓ ઝડપથી નિવેદન આપતા નથી, પરંતુ જ્યારે આપે ત્યારે ઉખાડીને ફેકી દે છે તે સમજી લે. આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કેટલાક સમાજને ચોક્કસ રીતે હર્ટ કરી કેટલાક લોકોને ખુશ કરવાનો પ્રય્તન કરી ગુજરાતમાં સત્તા હાંસલ કરવાના પ્રયત્ન ન કરે તેમની હાર નક્કી છે. ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે કોંગ્રેસ મુકત ગુજરાત હોવું જોઇએ તે થઇને રહેશે તેનો મને વિશ્વાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp