અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં પીપીઇ કીટથી લાગી આગ, 8ના મોત  

PC: newsfromnadia.in

 

અમદાવાદના નવંરગપુરામાં રાત્રે 3 વાગ્યે લાગેલી આગમાં 8 લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. આગ લાગવાનું કારણ પીપીઇ કીટ બતાવાઇ રહ્યું છે.

અહેવાલો મુજબ અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં બુધવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ આગ આઇસીયુમાં લાગી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ એક ડોક્ટર પીપીઇ કીટ પહેરીને અંદર પ્રવેશ્યા હતા. પીપીઇ કીટ એવા મટિરિયલનું હોય છે જે ઝડપથી આગ પકડે છે અને તેને બુઝાવવી મુશ્કેલ હોય છે. એટલે આઇસીયુમાં તે આગ લાગી ગઇ હતી. કુલ 8 લોકોના મોત થયા હતા. જેમાંથી મોટાભાગના લોકોના મોત ગુંગળાવાથી થયા હતા.

આ ઘટનામાં પાંચ પુરુષ અને 3 મહિલાના મોત થયા છે. જેમાં ધોળકાના નવીનલાલ શાહ અને નરેન્દ્રભાઇ શાહ, અમદાવાદ મેમનગરના મનુભાઇ રામી, અમદાવાદના વાસણાના લીલાવતીબેન શાહ, અમદાવાદ વેજલપુરના આરીફ મન્સરી, મેમનગરના અરવિન્દભાઇ શાહ, પાલડીના આયશાબેન તીરનનીજી તથા ખેરાળુના જ્યોતિબેન સિંધીનો સમાવેશ થાય છે.

આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજયરૂપાણીએ પણ દુખ વ્યકત્ કર્યું છે. ડેપ્યુટી સીએમ અને આરોગ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે પીપીઇ કીટમાં આગ લાગ્યા પછી તે આઇસીયુમાં પ્રસરી હતી. સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ હોસ્પિટલ સાથે કરાર કરતા પહેલા તેની સુવિધાઓની તપાસ કરાઇ હતી કે નહીં તેની તપાસ પણ કરાઇ રહી છે. જોકે, એક વાત ચોક્કસ છે કે આગ લાગવાની બાબતમાં ગુજરાતમાં બેદરકારી થતી આવી છે. 

સુરતના ટ્યૂશન ક્લાસની ઘટના હોય કે પછી અમદાવાદમાં આગ લાગવાની ઘટનાઓ, કોઇ ઘટના બને ત્યારપછી તંત્ર જાગે છે પરંતુ પછી સ્થિત જૈસે થેની થઇ જાય છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp