નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મા અંબેના દર્શન કર્યા

PC: Khabarchhe.com

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે રૂ. 15 કરોડના ખર્ચથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલ અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે સમગ્ર દેશમાંથી યાત્રિકો દર્શનાર્થે આવે છે. સુવિધાસજ્જ નવીન અતિથિગૃહથી દેશભરમાંથી આવતા મહાનુભાવોને સારી સુવિધા મળશે. તેમણે કહ્યું કે, નવીન અતિથિ ભવનથી અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો થયો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભક્તિભાવપૂર્વક મા અંબેના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. મિડીયા સાથેની મુલાકાતમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ અને દુનિયામાં આધશક્તિ મા અંબેના કરોડો માઇભક્તો નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં માતાજીની આરાધના-ઉપાસના અને ભક્તિ કરે છે. સમગ્ર દેશમાં સૌનું કલ્યાણ થાય, સૌ સુખી થાય અને ભારત સમગ્ર વિશ્વમાં સમૃદ્ધ અને મજબુત રાષ્ટ્ર બને તેવી માતાજીને પ્રાર્થના કરી છે.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વ શશીકાંત પંડ્યા, કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરી, જિ.પંચાયત સભ્ય અશ્વિન સક્સેના, અગ્રણીઓ સર્વ અમતૃ દવે, બકુલેશ, એલ.કે.બારડ, મેરૂજી ધુંખ, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, માર્ગ અને મકાન વિભાગના સચિવ વસાવા, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, આસી. કલેકટર પ્રશાંત ઝીલોવા, અધિક્ષક ઇજનેર એમ. આઇ. પટેલ, કાર્યપાલક ઇજનેર એમ.એમ.પંડ્યા, અંબાજી ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડા, નાયબ કાર્યપાલક ઇજનેર એલ.એસ.અડ અને નિરવ પટેલ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

સાંસદ પરબત પટેલે જણાવ્યું કે, રૂ. 15 કરોડના ખર્ચથી નવનિર્મિત અતિથિ ભવનથી અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, સરકારના સક્રિય પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લામાં ખુબ સરસ રસ્તાઓ સહિત શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પાણીની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સાંસદએ જણાવ્યું કે, સરકારના સક્રિય અને વ્યાપક પ્રયાસોને લીધે બનાસકાંઠા જિલ્લો ઝડપભેર વિકસીત જિલ્લાઓની હરોળમાં આવી રહ્યો છે. શિક્ષણમાં ઉપલબ્ધ બનાવાયેલી વ્યાપક સુવિધાઓને લીધે આવતીકાલ ઉજ્જવળ અને સુખદાયી બનવાની છે એમ તેમણે ઉમેર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp